Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

સર્વોદયની સીપીટીમાં સિધ્ધિ

 સર્વોદય કોમર્સ સ્કૂલમાં કોમર્સનાં બેઇઝને સમજવા G.C.P.T. નાં વર્ગ ચલાવવામાં આવે છે. C.A. ની પરીક્ષા માટે સંપૂર્ણ માર્ગદર્શન તેમજ પ્રથમ સોપાન C.P.T. પણ શાળામાં જ ચલાવવામાં આવે છે. તાજેતરમાં જ C.P.T. જાન્યુઆરી-ર૦૧૮ પરિણામમાં સર્વોદયના ર૯ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકયા છે. સામાન્ય મધ્યમવર્ગીય પિતાની પુરી માંડલીયા પૂજાએ પ્રથમ પ્રયત્ને જ ર૦૦ માંથી ૧૮૮ જેવા ઉચ્ચ ગુણ મેળવી સૌરાષ્ટ્ર-કચ્છ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે તેમજ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી માતા-પિતા તેમજ પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. ઉપરાંત ખંભાયતા ક્રિષ્ના-૧૬૭, રામાણી અર્ચિલ ૧૬૪, જયસ્વાલ શૈલેષ ૧પ૭, ભંડેરી વિધ્નેશ ૧પપ, બુલચંદાણી અંજલી ૧પપ ગુણ મેળવી શાળામાં ટોપ ફાઇવ સ્થાન મેળવ્યું છે. નોંધનીય છે કે C.A. સોંડાગર સાગર,  C.A. ચંદારાણા જાનકી, C.A. બકરાણીયા વિજય અતિકઠિન C.A. ની પરીક્ષા પાસ કરી પોતાની ઉજજવળ કારકિર્દી બનાવી શકયા છે. C.A. બનવછાના સપના સેવતી માંડલીયા પૂજાને તેમજ C.A.T. માં ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન ભરતભાઇ ગાજીપરા, આચાર્યા ગીતાબેન ગાજીપરા, ટ્રસ્ટી ગૌરવભાઇ પટેલ, એકેડેમિક હેડ કમલેશભાઇ ત્રિવેદી તેમજ કોમર્સ વિભાગના વિભાગીય વડા મનોજભાઇ તળપદા તેમજ સર્વોદય પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

(3:55 pm IST)