Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વાઘેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કલોથીંગ કન્સેપ્ટ આધારિત બે દિ' ફેશન ડિઝાઇનિંગનો 'ફ્રી' વર્કશોપ

ફેશન મેનેજમેન્ટ, ઇલાસ્ટ્રેશન, ડ્રાફટીંગ, ફેબ્રિક નોલેજ, એબ્રોઇડરી સહિતના વિષયોનું માર્ગદર્શન અને ઓડીયો, વિડીયો ઓનસ્ક્રીન લાઇવ ડેમોઃ રજીસ્ટ્રેશન શરૂ

વાઘેશ્વરી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા બે દિવસીય ફેશન ડિઝાઇનિંગનો ફ્રી વર્કશોપ યોજાનાર છે. આ અંગે અકિલા કાર્યાલય ખાતે માહિતી આપતા નયનભાઈ રાણપરા, કલ્પેશભાઈ રાણપરા, માનસી વસંત અને ફોરમ સોલંકી નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : આજની આધુનિક જીવનશૈલીમાં પહેરવેશનું મહત્વ વધતું જાય છે અવનવી ડિઝાઈનનું અનેરું યોગદાન હોય છે. બદલાતી દુનિયામાં પહેરવેશનું મહત્વ વધતું જાય છે સમયની સાથોસાથ લોકોમાં બાહ્ય દેખાવમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે તેવામાં પહેરવેશ એ એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે ઉભર્યું છે ફેશન ડિઝનીંગમાં કારકિર્દીની પણ તક ઉભી થઇ છે ત્યારે શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રી વાઘેશ્વરી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા કલોથિંગ કોન્સેપટ આધારિત ફેશન ડિઝાઇનિંગનો બે દિવસીય વર્કશોપનું આયોજન થયેલ છે.

આજે અકિલા કાર્યાલય ખાતે ફેશન ડિઝાઇનિંગના વર્કશોપ અંગે માહિતી આપવા વાઘેશ્વરી એજયુકેશન ટ્રસ્ટના નયનભાઈ રાણપરા, કલ્પેશભાઈ રાણપરા સહિતનાએ જણાવ્યું હતું કે શહેરના પેલેસ રોડ પર બે દિવસીય ફેશન ડિઝાઇનિંગના ફ્રી વર્કશોપનું આયોજન કરેલ છે જેમાં ફેશન મેનેજમેન્ટ, ઇલાસ્ટ્રેશન, ડ્રાફટીંગ, ફેબ્રિક નોલેજ, એમ્બ્રોઇડરી સહિતના વિષયોનું માર્ગદર્શન આપશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ કલોથીંગ કોન્સ્પેટ આધારિત ફેશન ડિઝાઇનિંગ વર્કશોપમાં ઓડીઓ, વિડિઓ, ઓનસ્ક્રીન લાઈવ ડેમો મારફત દરેક વસ્તુનું માર્ગદર્શન અને સમજણ આપશે જેમાં જોડાવવા માટે કોઈપણ પ્રકારની ફી રાખેલ નથી વર્કશોપમાં જોડાવવા ઈચ્છુકોએ શ્રી વાઘેશ્વરી એજયુકેશન ટ્રસ્ટ રામ ઔર શ્યામ ગોલાવાળી શેરી, પેલેસ રોડ (મો. ૯૮૭૯૩ ૩૧૬૬૦) અથવા (મો. ૮૪૦૧૬ ૬૩૭૭૩)નો સંપર્ક સાધી શકે છે.

વર્કશોપને સફળ બનાવવા માનસી વસંત, ફોરમ સોલંકી, સોનાલી સોની, સ્વાતિ ગોહેલ, કલ્પેશ રાણપરા, પ્રશમીન રાણપરા, નયન રાણપરા, આનંદ ચોકસી સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.

અકિલા કાર્યાલય ખાતે માનસી વસંત, ફોરમ સોલંકી, નયન રાણપરા અને કલ્પેશ રાણપરા ઉપસ્થિત રહ્યાં હતા.

(3:23 pm IST)