Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીની રીમાન્ડ રદઃ જામીન મંજૂર

રાજકોટ તા. ૧૯ :.. ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રીમાન્ડ રદ કરી જામીન મુકત કરવા હુકમ કોર્ટે કરેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે તા. ૧૩-૧-ર૦૧૮ ના રોજ આ કામના ફરીયાદી કે. આર. રામાવત પોલીસ કોન્સ્ટેબલ, આજી ડેમ પો. સ્ટેશનનાઓએ બાતમીના આધારે હાર્દિક ચંદુભાઇ ગોહેલ, રહે. મેઇન બજાર સરધાર, તા. જી. રાજકોટનાઓને ઇંગ્લીશ દારૂની બોટલ-પ, દારૂ  સાથે પકડી ધરપકડ કરેલ હતી.

ત્યારબાદ પોલીસે આરોપીને દિન-૩ ના રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરેલ જેમાં બચાવ પક્ષે એડવોકેટ અમિત એન. જનાણીએ દલીલમાં જણાવેલ કે આરોપી  ર૪ કલાકથી પોલીસ કસ્ટડીમાં છે તેમજ આ કામે તમામ મુદામાલ ઇંગ્લીશ દારૂ રીકવર ડીસ્કવર થઇ ગયેલ છે. અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પ્રમાણે સહઆરોપીને પકડવા કે આ કામના અન્ય કોઇ મુદામાલ કે આરોપીને શોધવા માટે રીમાન્ડ પર સોંપી શકાય નહી. જેને ધ્યાને લઇ નામ. કોર્ટે આરોપીના રીમાન્ડ ઉપર લેવાની અરજી નામંજૂર કરેલ હતી.

ત્યારબાદ બચાવ પક્ષે જામીન અરજી દાખલ કરેલ. જેથી જો યોગ્ય શરતોને આધારીત આરોપીને જામીન ઉપર મુકત કરવામાં  આવે તો ન્યાયનો હેતુ જળવાઇ રહે તેમ છે.

ઉપરોકત કામમાં આરોપી હાર્દિક ચંદુભાઇ ગોહેલ વતી રાજકોટના ધારાશાસ્ત્રી અમિત એન. જનાણી રોકાયેલ હતાં.

(3:21 pm IST)