Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

શનિવારે મોટી પાનેલી સામાજીક અને શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ - સ્નેહમિલન

રાજકોટ તા.૧૯ : મોટી પાનેલી સામાજીક અને શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા તા.૨૦ના શનિવારે સાંજે ૪ કલાકે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ, નાના મવા ગામ પાસે, અંબિકા ટાઉનશીપ પાસે, રાજકોટ ખાતે શહેરમાં મોટી પાનેલીનાં વસતા મૂળ મોટી પાનેલીનાં સર્વ જ્ઞાતિના તેજસ્વી છાત્રો માટે સરસ્વતી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિ કાર્યક્રમ-નૃત્ય-સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણ તેમજ પાનેલીના રહીશો માટે સ્વરૂચિ ભોજન સમારોહ કમ સ્નેહમિલનનું કરેલ છે.

સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ગીજુભાઇ ભરાડ, બંસાનીધી પાની, અંતરીપ સુદ, ડે. મેયર દર્શિતાબેન શાહ, ગોવિંદભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પાડલીયા, કિરણભાઇ પટેલ, ચંદુભાઇ વિરાણી, સનતભાઇ માખેચા તથા શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ યાદીમાં જણાવેલ છે.

(3:21 pm IST)