Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

આજી નદીમાં મચ્છરોના ઘર સમાન ગાંડી વેલ દુર કરોઃ ગાયત્રીબા

રિવરફ્રન્ટના સ્વય પછી બતાવજો પહેલા નદીને શુધ્ધ કરોઃ પુર્વ વિપક્ષી નેતાએ તંત્રને ઢંઢોળ્યું

રાજકોટ, તા., ૧૯: શહેરની લોકમાતા આજી નદીનાં મચ્છરોનાં ઘર સમાન ગાંધીવેલને દુર કરવા પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ મ્યુ. કમિશ્નરને વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ અંગે પત્રમાં જણાવ્યું છે કે, શહેરનાં મધ્યમાંથી પસાર થતી આજી નદી શુધ્ધિકરણ, આજી રિવરફ્રન્ટની અનેક વાતો વચ્ચે માત્ર કાગળ ઉપરનાં પ્રોેજેકટો બનાવી જુદી-જુદી કન્સલ્ટન કંપનીઓને આજી શુધ્ધિકરણના નામે પ્રોજેકટ પેટે લાખો રૂપીયા ચુકવાયા છતાં આજે પણ આજી નદી ગટરના ગંધાતા  પાણી અને ઠેર-ઠેર આ ગંદા પાણી રોકાવાના કારણે ગાંડી વેલ ઉગી નીકળી છે. જેનાથી નદીની આસપાસ વસવાટ કરતા લાખો લોકો સાંજના સમયે મચ્છરનો ત્રાસ ભોગવી રહયા છે અને આ બધા વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો પણ ખુબ જ જોવા મળે છે. ત્યારે આ વિસ્તારનાં સ્થાનીક લોકો દ્વારા અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ જ નક્કર પગલાઓ લેવામાં આવ્યા નથી. ત્યારે વ્યાપક જનહિતના આરોગ્યને ધ્યાનમાં લઇ આજી નદીનાં રોકાતા પાણી તેમજ ગાંડી વેલનો ઉપદ્રવ દુર કરવા અંગે તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

(3:19 pm IST)