Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મેયર બંગલો નવા સાજ-સજશે બંગલા બને ન્યારા

રાજકોટ તા. ૧૯ :.. શહેરના હાર્દસમા રેસકોર્ષ રીંગ પર આવેલ મેયર બંગલામાં કલર કામ, અગાસીમાં પગથીયા બનાવવા સહિતના વિવિધ કામગીરી કરવા મેયર ડો. જૈમનભાઇની સુચના મુજબ સેક્રેટરી શ્રી રૂપારેલીયા દ્વારા સીટી એન્જીનીયરને પત્ર  પાઠવી ભલામણ કરવામાં આવી છે.

આ અંગે સેક્રેટરીએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, મેયર ડો. જૈમનભાઇની સુચના અનુસાર, મેયર બંગલા રેસકોર્ષ ખાતે જુદી જુદી પરચુરણ કામગીરી કરવા માટે આજરોજ સ્થળ મુલાકાત લીધેલ. જેના અનુસંધાને અગાસી ઉપર અગાસીની પાળી (પેરાપેટ) નાની હોઇ ૩ ફુટ ઉંચી કાચ-પ્લાસ્ટીકની પેરાપેટ બનાવવી, અગાસી ઉપર જવા માટે સીડી રૂમમાં એસ. એસ. ની કેન્લવાળી સીડી બનાવવી, અગામીમાં બે બાજૂએ પગથીયા બનાવવા, ડાઇનીંગ રૂમ અને સીડી રૂમ વચ્ચેની દીવાલમાં કાચની બારી ફીટ કરાવવી, બાથરૂમની સીલીંગમાં કલર કામ કરાવવું, અગાસીમાં સીડી રૂમનું બારણુ બદલાવવું તથા ટોઇલેટ સીટ ઢાંકણ બદલાવવા સહિતની કામગીરી કરવા જણાવાયું છે.

અત્રે નોંધનીય છે કે, મેયર બંગલના છેલ્લા સાત-આઠ વર્ષ પહેલા કલર કામ કરવામાં આવ્યું હતું.  (પ-ર૦)

(3:16 pm IST)