Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પ્રજાને દોઢ ગણો ડામ

વોટર ચાર્જીસ ૮૪૦ના ૧૨૦૦ કરવા વિચારણા

મ્યુ. કોર્પોરેશનના બજેટમાં વેરા સંબંધી દરખાસ્તોને અપાતો આખરી ઓપઃ કોમર્શિયલ ગાર્બેજ ચાર્જ વધારવાનો ઉચ્ચ અધિકારીએ નનૈયો કરી દીધોઃ કાર્પેટ એરિયા વેરા સામે વાંધા અરજીના ઢગલા થવાની ભીતિથી આ વર્ષે એડવાન્સ વેરામાં ૧૦% વળતરની યોજના સામે પ્રશ્નાર્થ

રાજકોટ તા. ૧૯ : મ્યુ. કોર્પોરેશનના ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષના બજેટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે અને આ વર્ષ મીલ્કત વેરામાં કાર્પેટ એરીયા પધ્ધતિ મુજબ વેરા વસુલાત માટે પણ બજેટ જાગવાઇ થનાર હોઇ વેરા સંબંધીત દરખાસ્તોને આખરી ઓપ આપવામાં આવી રહ્ના છે. જેમાં વોટર ચાર્જીસ એટલે કે પાણી વેરો ૧I ગણા જેટલો વધારવા તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

 

આ અંગે કોર્પોરેશનની વહીવટી પાંખમાં ચર્ચાતી વિગતો મુજબ હાલમાં શહેરમાં દરરોજ પાણી વિતરણ માટે કરોડોનાં ખર્ચે નર્મદા યોજનામાંથી વેચાતુ પાણી લેવું પડે છે. એટલુ જ નહી નવી ડી.આઇ. પાઇપ લાઇન, એકસપ્રેસ ફીડર લાઇન સહિતની યોજનાઓ પાછળ પણ કરોડો રૂપિયા પણ કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્ના છે. આમ, પાણી વિતરણ દિવસે - દિવસે મોંઘુ થતું હોઇ પાણી વિતરણના ખર્ચનું ભારણ ઘટાડવા તંત્રવાહકો હવે વર્ષે રૂ. ૮૪૦ને બદલે રૂ. ૧૧૦૦થી રૂ. ૧૨૦૦નો વોટરચાર્જ ફટકારવાનું વિચારી રહેલ છે. કેમકે છેલ્લા ૧૫ વર્ષથી પાણી વેરામાં વધારો થયો નથી.

 

નોંધનિય છે કે, અગાઉ બે-બે દરખાસ્તને રાજકીય પાંખે ફગાવી દીધી છે ત્યારે હવે આ વર્ષે પાણી વેરો વધારવાનું મંજુર થશે કે કેમ? તે સવાલ પણ અધિકારીઓને મુંઝવી રહ્ના છે.

આ ઉપરાંત ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન માટે જે ગાર્બેજ ચાર્જ વસુલાય છે તેમાં કોમર્શિયલ ગાર્બેજ ચાર્જમાં વધારો કરવા પણ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે બજેટ મીટીંગમાં સુચવ્યું હતું પરંતુ ઉચ્ચ અધિકારીએ આ ચાર્જ વધારવા નનૈયો ભણી દેતાં વાત અહીંથી અટકી ગયાનું જાણવા મળ્યું છે.

વળતર યોજના સામે પ્રશ્નાર્થ

આ વર્ષથી નવી કાર્પેટ એરિયા પધ્ધતિથી મકાન વેરો વસુલવામાં આવનાર છે ત્યારે નવા વેરા બીલ સામે ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને રહેણાંકોમાંથી અંદાજે ૧ લાખથી વધુ વાંધા અરજીઓનો ઢગલો થવાની દહેશત વેરા વિભાગને છે.

આથી આ વર્ષ સંભવતઃ એડવાન્સ વેરામાં ૧૦ ટકા વળતર યોજના અમલી બનવાવી કે કેમ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.

(2:32 pm IST)