Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

૩૦ ટુંકી વાર્તાઓનું સંકલન : કાજલ મહેતાનાં અંગ્રેજી પુસ્તક ‘જસ્ટ વન મોર બટન ડાઉન’ નું કાલે વિમોચન

રાજકોટ તા. ૧૯ : અમદાવાદના વતની અને છેલ્લા સાતેક માસથી રાજકોટ સ્થાયી થયેલા કાજલ મહેતાના પ્રથમ પુસ્તક જસ્ટ વન મોર બટન ડાઉનનો વિમોચન સમારોહ કાલે તા. ૨૦ ના સાંજે ૬ વાગ્યે હોટલ ધ ફર્ન, ડીલકસ ચોક ખાતે યોજાયો છે.

વિગતો વર્ણવતા કાજલ મહેતાએ જણાવેલ કે આમ તો હું કોમર્સની વિદ્યાર્થીની હતી. પરંતુ છતાય સાત્યિ પ્રત્યે મને ધીરે ધીરે લગાવ થતો ગયો. ૨૦૧૨ માં મેં કવિતાઓ લખવાથી શરૂઆત કરી. ધીરે ધીરે નાની નાની વાર્તાઓ લખીને મારા લેપટોપમાં સંગ્રહ કરતી ગઇ. ગુજરાતીમાંથી મારા રસના વિષય અંગ્રેજીમાં સ્ટોરીઓ બનાવવા લાગી અને આજે મારી સંકલિત સ્ટોરીઓ પુસ્તકરૂપે પ્રકાશિત થવા જઇ રહી હોય તેનો મને ખુબ આનંદ છે.

૩૦ જેટલી વાર્તાઓ જસ્ટ વન મોર બટન ડાઉનપુસ્તકમાં આવરી લેવાઇ છે.  મોટાભાગની વાર્તા માનવીય સંબંધો અને સ્વતંત્રતા તરફની દોડ પર રચાયેલી છે.

આ પુસ્તકનું વિમોચન કાલે જાણીતા શિક્ષણવિદ્દ ડો. બળવંતભાઇ જાની, લેખક ગૌરાંગભાઇ અમીન, સમાજ સેવીકા હેમલબેન દવે અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં કરાશે.

કાજલ મહેતા વ્યવસાયે ઇમેજ કન્સલ્ટન્ટ છે. તેઓ કહે છે કે વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે પણ હું સમય કાઢીને મારૂ સાહિત્ય લેખન કરી લઉં છુ. કાવ્યો લખુ છુ, વર્ણનો લખુ છુ અને વાર્તાઓ બનાવું છુ.

તસ્વીરમાં કાજલ મહેતા (મો.૯૮૯૮૧ ૮૬૮૫૦) અને તેમની સાથે રવિભાઇ રાજયગુરૂ નજરે પડે છે.

(2:11 pm IST)