Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

શ્યામલ - શિલ્પન ગ્રુપનું નવું સોપાનઃ શ્યામલ ઉપવન

ડઢાણીયા, ત્રાંબડીયા, કાલરીયા, ગોહેલ, ઉકાણી, પાનસુરીયાના બહુ પ્રતિષ્ઠિતઃ મવડી કણકોટ રોડ ઉપર ૨૬ હજાર વારમાં ૩ અને ૪ બીએચકેના ૧૪ માળના ૯ ટાવર : દરેક બિલ્ડીંગમાં ૩ લીફટ - ૩ બાજુ હવા- ઉજાસ: ૭ હજાર વારનાં બે કલબ હાઉસમાં અનેક સુવિધા : ગાર્ડન, સૌરાષ્ટ્રના સૌથી મોટા પ્રોજેકટનું શનિવારે ભૂમિપૂજન

રાજકોટ : સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત શ્યામલ - શિલ્પન ગ્રુપ દ્વારા મવડી કણકોટ રોડ ઉપર સૌરાષ્ટ્રનો મોટો પ્રોજેકટ શ્યામલ ઉપવનનું આવતીકાલે ભૂમિપૂજન છે ત્યારે ‘‘અકિલા’’ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્યામલ શિલ્પન ગ્રુપના વિજયભાઈ ડઢાણીયા, અમિતભાઈ ત્રાંબડીયા, પરેશભાઈ ગોહેલ, હરિવંદના કોલેજના મહેશભાઈ ચૌહાણ અને અકિલાના ઉદયભાઈ વેગડા નજરે પડે છે.

 

રાજકોટ, તા. ૧૮ :. શહેરમાં અનેક ગગનચૂંબી ઈમારત અને ઉત્તમ રહેણાકનું નિર્માણ કરનાર ગુજરાતના ટોચના બિલ્ડર ગ્રુપ શ્યામલ શિલ્પન ગ્રુપ દ્વારા શનિવારથી નવુ સોપાન શ્યામલ ઉપવનનો મંગલારંભ થઈ રહ્ના છે.

નાની ઉંમરે પ્રમાણિકતા, નિષ્ઠા, પરિશ્રમના ત્રિવેણી સંગમ સમા ભાથાથી રાજકોટમાં બાંધકામ ક્ષેત્રે ગગનચુંબી સફળતા હાંસલ કરનાર શ્યામલ શિલ્પન ગ્રુપના યુવા સાહસિકો ભરતભાઈ ડઢાણીયા, અમિતભાઈ ત્રાંબડીયા, સમીરભાઈ કાલરીયા, હસમુખભાઈ ઉકાણી, પરેશભાઈ ગોહેલ, ગોરધનભાઈ પાનસુરીયા, વિજયભાઈ ડઢાણીયા અને જીતેશભાઈ ઉકાણી દ્વારા મવડી કણકોટ રોડ પર બેનમુન શ્યામલ ઉપવનથી પ્રતિષ્ઠીત ઈમારતનું નિર્માણ કરશે.

શ્યામલ - શિલ્પન ગ્રુપના નવા પ્રોજેકટના ભૂમિપૂજન પૂર્વે અમિતભાઈ ત્રાંબડીયા (મો.૯૮૨૫૧  ૫૫૯૧૧), હસમુખભાઈ ઉકાણી (મો.૯૮૨૫૭ ૭૨૩૨૩) અને પરેશભાઈ ગોહેલ (મો. ૯૦૯૯૦ ૧૦૦૧૭) પર અભિનંદનવર્ષા થઈ રહી છે.

શ્યામલ શિલ્પન ગ્રુપના ભરતભાઈ ડઢાણીયા અને અમિતભાઈ ત્રાંબડીયાએ જણાવ્યુ છે કે, વિકસી રહેલા મવડી-કણકોટ રોડ ઉપર જીઈબી સ્ટેશન, અંબીકા ટાઉનશીપ નજીક અમારા બહુમુખી શ્યામલ ઉપવનનુ નિર્માણ કરીશું. અગાઉ ૬૦થી વધુ પ્રોજેકટોમાં હજારો લોકો સુખાકારી સાથે વસવાટ કરી રહ્ના છે તેમનુ અમને આસમાની ગૌરવ છે. અમે માત્ર મકાન કે ફલેટનું જ નિર્માણ નથી કરતા પરંતુ લોકો માટે ઉત્તમ ઘરનું નિર્માણ કરવુ અમારો મુદ્રાલેખ છે. જેમાં વસતા લોકો ખૂબ સુખી થાય. તમામ ભૌતિક સુવિધાઓ ભરપૂર મળે તેવો અમારો સંનિષ્ઠ પ્રયાસ છે જે આવનારા સમયમાં અડીખમ રહેશે. રૈયા રોડ અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં અમારો શિલ્પન ઓનિકસનો ભવ્યાતિભવ્ય પ્રોજેકટ વિસ્તારની શાન બન્યો છે. તેનાથી પણ વધુ અમે અમારા નવા સાહસ સફળતાના સોપાન સમા શ્યામલ ઉપવનના નામે થશે.

શ્યામલ શિલ્પન ગ્રુપના સમીરભાઈ કાલરિયા, હસમુખભાઈ ઉકાણી, પરેશભાઈ ગોહેલે જણાવ્યુ હતુ કે, મવડી અને કણકોટ રોડ ઉપર અમારો આ શ્યામલ ઉપવન પ્રોજેકટ સર્વશ્રેષ્ઠ સાબિત થશે. શ્યામલ ઉપવનમા અનેક સુવિધાઓ ભરપુર રાખી છે. જેમાં કુલ ૨૬ હજાર વાર જગ્યામાં ૯ ટાવર ૧૪ માળના બનશે અને શ્યામલ ઉપવનમાં કુલ ૫૦૪ ફલેટનું નિર્માણ થશે. બજારની કિંમત કરતા શ્યામલ ઉપવનમાં વ્યાજબી ભાવે અનેક સુવિધાવાળા ફલેટનું અને સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. જેમા ૩ અને ૪ બીએચકેના ફલેટનું નિર્માણ થશે. ૩બીએચકે ફલેટમાં ૯૨૫ અને ૧૧૨૫ સ્કવેરફુટ બાંધકામ થશે. જયારે ૪બીએચકેમાં ૧૪૩૦ સ્કવેરફુટ બાંધકામ થશે. એક માળ ઉપર ૪ ફલેટ બનશે. સૌથી અગત્યની બાબત એ છે કે, ત્રણેય બાજુ કોઈપણ ફલેટધારકને હવાઉજાસ પુરતા મળશે. એક બિલ્ડીંગમાં ૩ લીફટની સુવિધા રાખવામાં આવી છે.

શ્યામલ શિલ્પન ગ્રુપના વિજયભાઈ ડઢાણીયા અને ગોરધનભાઈ પાનસુરીયાએ જણાવ્યુ હતુ કે, શ્યામલ ઉપવન મવડી કણકોટ રોડ ઉપરનું ડેવલોપમેન્ટનું સિમાચિન્હ બનશે. કુલ ૨૬ હજાર વારની જગ્યામાંથી ૭ હજાર વારમાં ૨ કલબ હાઉસનું નિર્માણ થશે. જેમાં સ્વીમીંગ પૂલ, ગેસ્ટ રૂમ, ઈન્ડોર ગેમ ઝોન, બાળકો માટે રમવાનું બે ગેમ ઝોન, સિનેમા, કલબ ઓફિસનુ નિર્માણ થશે. ફલેટની અંદર વિક્ટ્રીફાઈડ ટાઈલ્સ, ગેસ કનેકશન, સોલાર સિસ્ટમ, સીસીટીવી કેમેરા, સુરક્ષાના પુરતા પ્રબંધો કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના જાણીતા શિક્ષણશાસ્ત્રી અને જેના માર્ગદર્શન તળે હજારો વિદ્યાર્થી આજે ડોકટર તેમજ ઈજનેર અને અન્ય ક્ષેત્રમાં ખૂબ માનભેર સ્થાન ધરાવે છે તેવા જીતેશભાઈ ઉકાણીએ જણાવ્યુ હતું કે શ્યામલ - શિલ્પન ગ્રુપ તેની ગુણવત્તામાં કદી બાંધછોડ કરતું નથી. લોકોની સુખાકારી એ જ અમારૂ માપદંડ છે. જેમ કોઈ વિદ્યાર્થીની કારકિર્દી ઘડવી હોય તેમ સપનાના ઘર માટે પણ એટલી જ કાળજી શ્યામલ - શિલ્પન ગ્રુપ લે છે.

રાજકોટમાં શ્યામલ શિલ્પન ગ્રુપે છેલ્લા બે દાયકામાં ૬૦થી વધુ પ્રોજેકટોનું નિર્માણ કરી સમાજમાં અતૂટ વિશ્વાસ પ્રતિપાદીત કર્યો છે. શ્યામલ શિલ્પન ગ્રુપના પ્રોજેકટમાં આજે હજારો લોકો સુખાકારીના સમુદ્રમાં આનંદ કિલ્લોલ કરી રહ્ના છે. શ્યામલ શિલ્પન ગ્રુપે અગાઉ શ્યામલ સીટી, શ્યામલ પેરેડાઈઝ, શ્યામલ વાટીકા, શ્યામલ સ્કાય લાઈફ, શ્યામલ કુંજ, શ્યામલ વિહાર, શ્યામલ વિલા, શ્યામલ એન્કલેવ, શ્યામલ કુટીર, શ્યામલ કોમ્પલેક્ષ, શ્યામલ કોર્નર, શ્યામલ આર્કેડ, શિલ્પન પ્લાઝા, શિલ્પન રેસીડેન્સી, શિલ્પન બસેરા, શિલ્પન ટાવર, શિલ્પન કુંજ, શિલ્પન વિલા, શિલ્પન રીંગાલીયા, શિલ્પન આર્કેડ, શિલ્પન સ્કવેર, શિલ્પન ઓનીક્ષ સહિતના અનેક પ્રોજેકટો દર્શનીય બન્યા છે.

શ્યામલ ઉપવનમાં આર્કિટેકટ તરીકે પ્રતીકભાઈ ડઢાણીયા, કન્સલ્ટન્ટ એન્જીનીયર સતિષભાઈ મહેતા, લીગલ એડવાઈઝર એન.જે. પટેલ અને લલીતભાઈ કાલાવડીયા છે.(૩૭.૧૧)

(2:10 pm IST)