Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

નવલ નગરના હિતેષ ખાંટની ચોરાઉ હોન્ડા સાથે ધરપકડ

ડીસીબીના ભરતભાઇ વનાણી અને અમૃતભાઇ મકવાણાની બાતમી

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. ડી. પી. ઉનડકટ, હેડકોન્સ. મહાવીરસિંહ જાડેજા, ભરતભાઇ વનાણી, અમૃતભાઇ મકવાણા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, કોન્સ. યુવરાજસિંહ ઝાલા, રવિરાજસિંહ જાડેજા, જીજ્ઞેશ મારૂ, પ્રદિપસિંહ જાડેજા સહિતની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ભરતભાઇ અને અમૃતભાઇની બાતમી પરથી મવડી ચોકડી બાપા સિતારામ ચોક પાસેથી હિતષ કિશોરભાઇ ગોહેલ (ઉ.૩૮-રહે. નવલનગર-૧૮)ને રૂ. ૪૭ હજારના ચોરાઉ હોન્ડા સાથે પકડી લીધો હતો.

પકડાયેલો ખાંટ શખ્સ આઇસ્ક્રીમ પાર્લરમાં નોકરી કરે છે. ભકિતનગર સ્ટેશન પ્લોટ તરફના રસ્તેથી તેણે મોજશોખ માટે આ વાહન ચોરી કર્યુ હતું. (૧૪.૭)

(12:29 pm IST)