Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

દારૂ પી પ્રસંગમાં જમવા જવા નીકળેલા ઇમિટેશનના ત્રણ ધંધાર્થીની ધરપકડ

તાલુકા પોલીસે ભરત પટેલ, કેવીન પટેલ અને ધવલ પટેલને પકડ્યાઃ કાર કબ્જે

રાજકોટ તા. ૧૯: કુવાડવા રોડ પર રણછોડનગર-૮માં વ્રજ મકાનમાં રહેતો ભરત દિનેશભાઇ ગજેરા (પટેલ) (ઉ.૩૭)  બ્રેઝા કાર જીજે૩જેસી-૫૭૧૬ દારૂ પીધેલી હાલતમાં હંકારીને નવા ૧૫૦ રીંગ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટની પાછળ ન્યુ શણગાર પાર્ટી પ્લોટ પાસેના રોડ પરથી નીકળતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ એ. એમ. જાડેજા, હિતેષભાઇ જોગડા, કોન્સ. મહાવીરસિંહ ગોહિલ, રિતેષભાઇ  સહિતે પકડી લીધો હતો. તેની સાથે અન્ય કેવીન મોહનભાઇ સોરઠીયા (રહે. કાલાવડ રોડ, મંગલ પાર્ક-૨) તથા ધવલ વિનોદભાઇ પટેલ (રહે. કુવાડવા રોડ સેટેલાઇટ પાર્ક) પણ નશો કરેલા હોઇ તેની પણ ધરપકડ કરાઇ હતી.

પકડાયેલા ત્રણેય શખ્સ ઇમિટેશનનો ધંધો કરે છે. નશો કરીને પ્રસંગમાં જમવા માટે જતાં હતાં. પણ પોલીસ ભેટી જતાં લોકઅપ જોવી પડી હતી. (૧૪.૫)

(10:46 am IST)