Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પ.પૂ. શ્રી દાસારામ બાપાની જન્મ જયંતિ ઉજવાશેઃ ભવ્ય શોભાયાત્રા

સગર સમાજ, રાજકોટ દ્વારા શુક્રવારે : સાંજે મહાઆરતી, સમુહ પ્રસાદ તથા કાનગોપીનું આયોજન

 રાજકોટ, તા.૧૭: શ્રી સગર સમાજ- રાજકોટ દર વર્ષની જેમ આ વર્ષે પણ પુજય શ્રી દાસારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરશે. ગોંડલ રોડ હાઇવે, રવેચી નગર-૨, કોઠારીયા સોલ્વન્ટ સામે આવેલ શ્રી સગર જ્ઞાતિ રાજકોટની  જગ્યા   ''શ્રીદાસેવ ધામ'' ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ નિમિતે શોભાયાત્રા, મહાઆરતી, પ્રસાદી તેમજ કાનગોપી (ભીમાભાઇ આદિત્યાણા વાળા)નું આયોજન કરવામાં આવેલ છે.

 તા.૧૯ને શુક્રવાર બપોરના ૨ વાગ્યાથી નારણભાઇ રામશીભાઇ નનેરાના નિવાસ સ્થાન જય જવાન સોસાયટી મેઇન રોડ, સદગુરુ સોસાયટી શેરી નં.૫ મોરબી રોડ, જકાતનાકાથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવશે. આ શોભાયાત્રામાં પરમપુજયશ્રી દાસારામ બાપાના રથ સાથે આશરે ૧૦ મોટા વાહનો, ૨૦ ફોરવ્હીલ, ૧૫૦ મોટર સાઇકલ સહિત આશરે એેક હજાર માણસો જોડાશે. જે ગ્રીન લેન્ડ  ચોકડી થઇ કુવાડવા રોડ, પારેવડી ચોક, હોસ્પીટલ ચોક, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, મકકમ ચોક, ગોંડલ રોડ મવડી ઓવરબ્રીજથી ગોંડલ રોડ ચોકડી થઇ '' શ્રી દાસવે ધામ'' ખાતે સાંજે ૬ કલાકે પહોંચશે.

 સગર સમાજ રાજકોટની શાન સમુ '' શ્રી દાસેવ ધામ'' જયાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ તથા કોચીંગ કલાસ શરૂ કરવામાં આવેલ છે. જયાં કોમ્યુનીટી હોલ તથા શ્રી દાસારામ બાપા, શ્રી ભગીરથ દાદાનું મંદીર પણ આવેલ છે. સગર જ્ઞાતિના વિવિધ વિસ્તારોમાંથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ જગ્યાએ સાંજે ૭ કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ સમુહ પ્રસાદી રાખેલ છે. રાત્રે ૯:૩૦ કલાકે પ્રખ્યાત ભીમાભાઇ આદિત્યાણા વાળાની મંડળી દ્વારા કાનગોપીનું આયોજન કરવામાં આવેલ છે.

 સગર સમાજ  દ્વારા નવનિર્મિત આ બિલ્ડીંગના દાતાઓની યાદી પણ લગાડવામાં આવેલ હોય તેમજ ગયા વર્ષે આ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમ વખત જન્મ જયંતિ આવી રહી હોય મોટી સંખ્યામાં સગર જ્ઞાતિના લોકો ઉમટી પડશે.

 આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દાસેવધામ સેવા સમિતિ રાજકોટ સહિત  શહેરની સગર જ્ઞાતિની વિવિધ સમિતિઓના નામ આણંદભાઇ કથીરીયા,  અશ્વિનભાઇ કથીરીયા, નીતીનભાઇ નનેરા, હમીરભાઇ મારૂ, માલદેભાઇ કારેણા, ભરતભાઇ પીપરોતર, મનસુખભાઇ પીપરોતર, ગોવિંદભાઇ કદાવલા, માલદેભાઇ નનેરા, દીનેશભાઇ પીપરોતર,  અમરશીભાઇ નકુમ, બાબુભાઇ સોલંકી, દીલીપભાઇ સોલંકી, શૈલેષભાઇ પીપરોતર, કિશોરભાઇ પીપરોતર, નગીનભાઇ પીપરોતર,  કેશુભાઇ ઠારેણા,  હમીરભાઇ સોલંકી,  જયેશભાઇ કારેણા,  અરવિંદભાઇ કારેણા, ભરતભાઇ કથીરીયા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(4:32 pm IST)