Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કાલે બપોરે રઘુવંશી પરીવારની આમંત્રણ રેલી

૨૨ જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે ''રઘુવશી મહાકુંભ'': પૂજય વીરદાદા જશરાજના શહીદ દિને ''સમગ્ર લોહાણા નાત જમણ-મહાપ્રસાદનું આયોજન : રઘુવંશી પરિવાર દ્વારા ઐતિહાસીક વ્યવસ્થાઃ, પધારેલા તમામ યુવક-યુવતીઓનો નિઃશૂલ્ક થેલેસમીયા ટેસ્ટઃ ''થેલેસેમીયા મુકત રઘુવંશ, થેલેસેમીયા મુકત સમાજ''ની દિશામાં નિણાર્યક કદમઃ વિરદાદા જશરાજજીનગર (રેસકોર્ષ ગ્રાઉન્ડ)- ખાતે રઘુવંશી નાતજમણના ગ્રાઉન્ડમાં તૈયારીઓનો ધમધમાટઃ નાતજમણમાં સૌ રઘુવંશીઓને પધારવાં જાહેર આમંત્રણ આપતા નિમીત માત્ર રઘુવશી પરિવાર :ભવ્ય આમંત્રણ રેલી, દરરોજ કાર્યક્રમોની હારમાળા

રાજકોટઃ૨૨ જાન્યુઆરીના રોજ, લોહાણા જ્ઞાતિનાં સરતાજ-ગૌ માતાની રક્ષા કાજે લગ્ન મંડપ પડતો મૂકીને શહીદી વહોરનાર-દેશપ્રેમી પરમ શ્રધ્ધેય, લોહર ક્ષત્રિય રાજ્યના અંતિમ શાસક, મહારાજ વીર દાદા જશરાજની પુણ્યતીથી, શહિદ દિન નીમીતે ''સમસ્ત લોહાણા જ્ઞાતિ ભોજન મહાપ્રસાદનું ભવ્ય, દિવ્ય આયોજન રઘુવંશી પરિવારનાં નિમીતે યજમાન પદે થયું છે. લોહાણાઓ માટે મૂળ, કૂળને જાણવાના તેમજ ''એક થવાનાં અવસર''ને પોંખવા સમગ્ર વિશ્વમાંથી રઘુવંશીઓ, ઠક્કર પરિવાર, મહાજનો, જ્ઞાતિ સંસ્થાઓ, દાતાઓ, કાર્યકતાઓ રાજકોટ-રામકોટનાં આંગણે પધારનાર છે. રાજકોટનાં હાર્દ સમાં રેઇસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ''પૂજય વીર દાદા જશરાજનગર''નું નિર્માણ સાથે આ રઘુવંશી મહાકુંભ સમગ્ર રાજકોટને ''પૂજય વીર દાદા જશરાજ મય'' બનાવશે. આ ના જમણમાં એક સાથે, એક જ સ્થળે તથા એક જ સમયે તમામ વર્ગ-સ્તરના આબાલવૃધ્ધ, ગરીબ-તવંગર રઘુવંશીઓ સાથે ''હરિહર'' કરશે તથા ''જય જલારામ-જય વીર દાદા જશરાજ-જય સીયારામ'' ના પ્રચંડ, ગગનભેદી સામૂહિક ઉદઘોષ સાથે ''જેના અન્ન ભેગા, તેના મન ભેગા સૂત્રને દિલથી સાર્થક કરશે.  રઘુવંશી પરીવારના નાત જમણના આયોજન, રૂપરેખા તેમજ કાર્યોની વહેંચણી અને સ્વયંસેવકોની નોંધણી અંગે તમામ રઘુવંશીઓની મીટીગ દરરોજ, હોય છે. તેમ સૌને અચૂક આવવા વિનંતી થઇ છે.

કાલે ૧૮ના રોજ ૦૩:૧૫ બપોરે રઘુવંશી કાર્યાલય એથી બાઇક રેલી (આમંત્રણ રેલી)નું આયોજન કરવામાં આવેલ છે. રઘુવંશી પરીવાર દ્વારા સમગ્ર રાજકોટને કવર કરતી ભવ્ય આમંત્રણ રેલી નીકળશે. રઘુવંશી નાતજમણના આયોજનની માહિતી તેમજ આમંત્રણ રાજકોટના તમામ વિસ્તારોમાં વસતા લાખો રઘુવંશીઓને ઘરેઘરે પહોંચાડવા રઘુવંશી પરીવાર દ્વારા ૨૫ કિમી લાંબી તેમજ રાજકોટના તમામ મુખ્ય વિસ્તારોને કવર કરતી ભવ્ય આમંત્રણ રેલીનંુ આયોજન કરાયું છે. જાગનાથ ચોક ખાતેના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી પ્રારંભ થનાર રેલીમાં સંતો-મહંતો, મહાજનો, શ્રેષ્ઠીઓ, દાતાઓ, કાર્યકતાઓ, અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાશે. ઢોલ-નગારા-ડીજે તેમજ અબીલ-ગુલાલની છોળો વચ્ચે તેમજ ''જયસીયારામ, જય રઘુવીર, જય વીરદાદા જશરાજજી'ના પ્રચંડ, સામુહીક ઉદઘોષ સાથે આમંત્રણ રેલીનંું મંગલ પ્રસ્થાન, ફલેગઓફ રઘુવંશી પરીવારના અગ્રણીઓ કરશે. રેલીના રૂટ દરમ્યાન ઠેરઠેર અનેક સંસ્થાઓ દ્વારા ઠંડાપીણા, ફુલહાર, અલ્પાહાર વિગેરેથી સૌ રઘુવંશીઓનું ભાવભીનું સ્વાગત કરાશે. કુલગોર શ્રી સારસ્વત બ્રાહ્મણન ેપણ રઘુવંશી પરિવાર દ્વારા રેલીમાં પધારવા તથા તા.૨૨ના સમગ્ર સારસ્વત બ્રાહ્મણ સમાજને પધારવા સહ પરિવારને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.

તા.૨૦ના રોજ રઘુવંશી સમાજના તમામ માટે સહ પરિવાર માટે દાંડયા રાસનું આયોજન કરવામાં આવ્યુ છે. રઘુવંશી પરિવાર દ્વારા સમસ્ત લોહાણા પરિવારના આરાધ્ય દેવ, ગૌ ઉપાસક, મહારાજા, દેશભકત, શહીદ કુમાર વીરદાદા જશરાજના નિર્વાણ દિન નીમીતે તા.૨૨મી જાન્યુઆરી, સોમવારના રોજ સાંજે ૫ કલાકેથી યોજાયેલ ''સમસ્ત લોહાણા જ્ઞાતિ ભોજન મહાપ્રસાદનાં ભવ્ય, દિવ્ય આયોજનને સફળ બનાવવાં ૧૦૦૦ થી વધુ કાર્યકતાઓની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

(4:28 pm IST)