Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પગાર વધારા પ્રશ્ને કલેકટર કચેરીએ આશાવર્કર અને આંગણવાડી બહેનોના ધરણા- હડતાળ

બપોરે-૧૦ થી ૧ ગુજરાતના તમામ જીલ્લા મથકોએ ધરણા-દેખાવોઃ દેશ વ્યાપી હડતાલને ટેકો

હલાકી માંગ પુરી કરોઃ આશા વર્કરો અને આંગણવાડી બહેનોએ પગાર વધારાની માંગણી સાથે કલેકટર કચેરીએ ધરણા- દેખાવોનો કાર્યક્રમ આજે સવારે આપ્યો હતો તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭ : આજે તા.૧૭ના આંગણવાડી બહેનો અને આશા વર્કરોનો પગાર વધારા પ્રશ્ને દેશવ્યાપી હડતાલ પાડી તી જેને ટેકો આપવા રાજકોટ કલેકટર કચેરી ખાતે પણ કર્મચારી બહેનોએ દેખાવો-ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ અંગે ''સીટુ''ના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ એમ.રામચંદ્રનના જણાવ્યા મુજબ ત્રણ વર્ષ પહેલા ૪પ મું ભારતીય શ્રમ સંમેલને આ ભલામણ કરીકે સરકારની વિભિન્ન યોજનાઓ હેઠળ કાર્યરત બધાજ કર્મચારીઓને ''મજદુરની માન્યતા ન્યુનતમ વેતન'' પેશન સહિત સામાજિક સુરક્ષા પુરી પાડવામાં આવે કેન્દ્ર તથા રાજય સરકારની વિભિન્ન યોજનાઓમાં કાર્ય કરનાર ૧ કરોડથી પણ વધારે યોજનાઓ કર્મચારીઓમાં આઇ.સી.ડી.એસ.હેઠળ આંગણવાડી તથા મીની આંગણવાડીમાં ર૭ લાખ કર્મીઓ, મધ્યાહ્ન યોજનામાં ર૮ લાખ કર્મીઓ,તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ૧૦ લાખ આશા કર્મીઓ સામેલ છ.ે તદુપરાંત લાખો કર્મીઓ સર્વશિક્ષા અભિયાન એન.આર.એલ.એમ.એન.સી. એલ.પી. લઘુ બચત યોજનાઓ વગેરેમાં કાર્યરત છે આ યોજનાઓ સ્વાસ્થ્ય પોષણ શિક્ષા વગેરેની બુનિયાદી સેવાઓને જનતાના વ્યાપક હિસ્સામા પ્રદાન કરે છે તેમના કર્મચારીઓને મજદુર માનવામાં આવતું નથી ન્યુનતમ વેતન આપવામાં આવતો નથી અને ના તો તેમને કોઇ પણ પ્રકારનો સામાજિક સુરક્ષા પુરી પાડવામાં આવતી નથી સન્માન  અથવા પ્રોત્સાહનના નામે તેમને ખૂબ જ નાની ચુકવણી કરવામાં આવે છ.ે

ત્યારે આ કર્મચારીઓના પગાર વધારા માટે યોજના કર્મીઓને એક દિવસીય નેશનલ અખિલ ભારતીય હડતાલનો ફેસલો લીધો અને ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો એક સંયુકત રીતે આજે તા ૧૭ જાન્યુઆરી ર૦૧૮ એ યોજના કર્મીઓ અખિલ ભારતીય હડતાલ તથા જીલ્લા સ્તરીય પ્રદર્શન કર્યા હતા.

યોજના કર્મચારીઓની એક દિવસીય અખિલ ભારતીય હડતાલ અને જિલ્લા સ્તરે સંયુકત પ્રદર્શનો કરી અને માંગણી રજુ કરાઇ હતી.

જેમાં (૧) ૪પ મું શ્રમ સંમેલનની ભલામણો લાગુ કરો કર્મચારી/મજદુર તરીકે માન્યતા આપો બધાજ વર્કર્સને ઓછામાં ઓછા ૧૮૦૦૦ રૂપિયા માસીક વેતન આપો બધાજ વર્કર્સને ૩૦૦૦ રૂપિયા માસીક પેન્શન સહિત સામાજિક સુરક્ષા પ્રદાન કરો, બધાજ વર્કર્સને ઇ.એસ.આઇ. તથા ઇ.પી.એફ.ના તક અંદરમ)ં લાવો. (ર) કેન્દ્રીય યોજનાઓ આઇ. સી.ડી.એસ.મિડ-ડે-મીલ, એન. એચ. એમ.એસ.એસ.એ. એન.સી.એલ.પી. વગેરેનું સાર્વત્રીકરણ સારૂ માળખૂં ઉભુ કરવું ગુણવત્તા સેવાઓને સુનિશ્ચિત કરવા અને કામદારોના પગારની લઘુતમ વેતન વધારવા માટે ર૦૧૮-૧૯ ના કેન્દ્રીય બજેટમાં પર્યાપ્ત નાણાકીય જોગવાઇ કરો. (૩) કોઇપણ સ્વરૂપમાં ખાનગીકરણની યોજનાઓ રોકો અતથા આવા લાભાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓને અટકાવો અને તેમની સ્થાને રોકડ ટ્રાન્સફર પર પ્રતિબંધ મુકવો. વગેરે માંગણીઓનો સમાવેશ થાય છ.ે

(3:56 pm IST)