Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

અહેમદભાઇ કોઇ પણ જાતના ભેદભાવ વગર માત્ર સામાજીક સેવાને જ પ્રાધાન્ય આપતા હતા : જીતુભાઇ ભટ્ટ

અહેમદભાઇ પટેલની શ્રધ્ધાંજલી સભા : કોંગી આગેવાનો કાર્યકરો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટ : કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઇ પટેલને રાજકોટ વરીષ્ઠ કોંગ્રેસી આગેવાન શ્રી જીતુભાઇ ભટ્ટની રાહબરી હેઠળ ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આ તબક્કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ કારોબારી સભ્ય શ્રી પિયુષભાઇ મેહતાએ સ્વર્ગસ્થ શ્રી અહેમદભાઇ પટેલ સાથેની તેમની કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ તેમની અચાનક વિદાયથી ન પુરી શકાય તેવી ખોટ સાલશે અને તેમણે કરેલ સમાજલક્ષી સમાજસેવાને બિરદાવી હતી.

વરીષ્ઠ આગેવાન શ્રી જીતુભાઇ ભટ્ટએ તેમની સાથેના સંસ્મરણને યાદ  કરતાં ન જણાવેલ કે તેઓ કોઇ પણ જાતના ભેદભાવ  વગર માત્ર સામાજિક સેવાને જ પ્રાધાન્ય આપતા હતા. તેમની કામ કરવાની પધ્ધતિ તેમજ તેમની નીતિમતા કદાપિ ભૂલી શકાશે નહી. તેમણે મૂક સેવક બનીને કરેલ સમાજલક્ષી કાર્યો પ્રસંશાને પાત્ર છે.

શ્રધ્ધાંજલી સભામાં શ્રી પ્રદિપભાઇ ત્રિવેદી, ડો. ધરમભાઇ કામલીયા, દેવેન્દ્રભાઇ ધામી, રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઇ ચાવડા, મુકુંદભાઇ ટાંક, ડો. યજ્ઞનેશભાઇ જોશી, જગદેવસિંહ જાડેજા, અશોકસિંહ વાઘેલા, યુનુશભાઇ જુનેજા, દેવેન્દ્રસિંહ ઝાલા, ડો.સ્મિતાબેન ઝાલા, હરદેવસિંહ જાડેજા, કમલેશભાઇ રાઠોડ, દેવજીભાઇ રાઠોડ, કમલેશભાઇ મકવાણા, રહિમભાઇ સાડેકી, નંદલાલ જોષી, રજતભાઇ સંધવી, કૃષ્ણદત રાવલ, અર્જુનભાઇ નંદાણિયા, અશોકસિંહ ચૌહાણ, મનિશાબા વાળા, ફેનીબેન ગોહેલ સહિતના કાર્યકરો અને આગેવાનોએ હાજરી આપેલ. ઉપરની તસ્વીરમાં ડાબી બાજુથી કોંગ્રેસના વરીષ્ઠ આગેવાન શ્રી જીતુભાઇ ભટ્ટ શ્રધ્ધાંજલી આપતા જણાય છે. જમણી બાજુમાં શ્રી પિયુષભાઇ મેહતા જણાય છે. વચ્ચેની તસ્વીર ઉપસ્થિત કોંગ્રેસી આગેવાનો -કાર્યકરો નજરે પડે છે. જેમાં સર્વ શ્રી ડો.ધરમભાઇ કામલીયા, દેવેન્દ્રભાઇ ધામી, રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઇ ચાવડા, મુકુંદભાઇ ટાંક, ડો.યજ્ઞનેશભાઇ જોશી, જગદેવસિંહ જાડેજા, અશોકસિંહ વાઘેલા, યુનુશભાઇ જુનેજા, દેવેન્દ્રસિંહ ઝાલા, ડો. સ્મિતાબેન ઝાલા, હરદેવસિંહ જાડેજા, કમલેશભાઇ રાઠોડ, દેવજીભાઇ રાઠોડ, કમલેશભાઇ મકવાણા, રહિમભાઇ સાડેકી, નંદલાલ જોશી, રજતભાઇ સંધવી, કૃષ્ણદત રાવલ, અર્જુનભાઇ નંદાણિયા, અશોકસિંહ ચૌહાણ, મનિશાબા વાળા, ફેનીબેન ગોહેલ નજરે પડે છે. જ્યારે નીચેની  બંને તસવીરોમાં રાજકોટ શહેરના આગેવાનો પુષ્પ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરતાં જણાય છે.

(3:22 pm IST)