Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય કરવા બદલ પકડાયેલ આરોપીના જામીન નામંજુર કરતી સેસન્સ અદાલત

રાજકોટ, તા.૨૮: આરોપીઓ પ્રશાંત ઉફે પકો માલાભાઈ સોલંકી રે. રૈયાધાર આવાસ યોજના રાજકોટ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપીને ગાંધીગ્રામ ર(યુનિર્વસિટિ) પોલીસ સ્ટેશન દ્વારા તા.૧૩-૧૦-૨૦૨૦ ના રોજ ઈ.પી.કો. કલમ ૩૭૭,૫૦૬(૨), પોકસો એકટના ગુનાસબબ અટક કરવામા આવેલ. ભોગ બનનાર (ઉ.વ.૧૩) તથા (ઉ.વ.૧૧) બાળકોના વાલી ફરીયાદી દ્વારા આરોપીઓ વિરૂધ્ધ એવી ફરીયાદ કરવામા આવેલ કે તા. ર૮-૯-૨૦ર૦ ના અરસામાં રૈયાધાર આવાસ યોજના કવાટર પાસે રમતા હોય ત્યારે બાજુમા આવેલ ઘઉના ગોડાઉનની પાછળ પાણીના ખાડામાં ન્હાવા લઈ ગયેલ અને ત્યારબાદ અરજદાર આરોપી અને સહઆરોપીએ ભોગ બનાનાર કુમળી વયના બાળકોને મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક તેઓ સાથે વારાફરતી સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્પ કરેલ અને આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ. ત્યારબાદ બંને ભોગ બનનાર કુમળી વયના બાળકોને ગુદાના ભાગે ખુબ જ દુઃખાવો થતો હોય ડરી ગયેલ અને કોઈને વાત કરેલ નહી બાદમાં ર થી ૩ દિવસ પછી તેઓ રમતા હતા ત્યારે ફરીથી આરોપીઓએ તેમને બોલાવવા આવતા બંને ભોગ બનનાર ડરના માર્યા ઘરે જતા રહેલ અને સમગ્ર ઘટના ફરીયાદી/વાલીને જણાવતા કરીયાદ દાખલ કરવામા આવેલ.

આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ દારા જામીન અરજીનો વિરોધ કરતા દલીલો કરેલ કે અરજદાર આરોપીઓ તથા ભોગ બનનાર એક જ આવાસ યોજનામા રહેતા હોય બનાવ વખતે બંને ભોગ બનનાર કે જેઓ કુમળી વયના હોય બંનેને લલચાવી ફોસલાવી ઘઉના ગોડાઉન પાછળના ખાડામાં ન્હાવા લઈ જઈ બંને ભોગ બનનાર બાળકો સાથે વારાફરતી સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય કરેલ અને તેમજ જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી આમ બંને આરોપીઓએ સમાજ વિરૂધ્ધ ગંભીર ગુનો કરેલ હોય અને એક જ આવાસ યોજનામા રહેતા હોય ફરીયાદી તથા ભોગ બનનારને ધાક ધમકી આપી ડરાવી તોડવા ફોડવાની કોશીશ કરે તેવી શકયતાઓ હોય જામીન રદ કરવા રજુઆત કરેલ.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ઈનચાર્જ બીજા સેસન્સ એડીશનલ જજ અને સ્પે. જજ પોકસો શ્રીમતી કે.ડી.દવે દારા સરકાર પક્ષે સાથે રજુ થયેલ દલીલો સાથે સહમત થયેલ અને જણાવેલ કે આરોપીઓનો ગુનાહીત વિકૃત માનસ જોતા તેમજ ભોગ બનનાર અને અરજદાર આરોપીઓ એક જ આવાસ યોજનામા બાજુ બાજુ રહેતા હોય તે હકીકતો જોતા આરોપીઓએ જામીન મુકત કરવામા આવેલ તો ભોગ બનનાર સાથે આવુ કૃત્ય કરે તેવી શકયતા નકારી શકાય નહી તેમજ આરોપીઓ વિરૂધ્ધના ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ, આરોપીઓનુ કૃત્ય તેમજ ભોગ બનનાર કુમળી વયના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓની સાથે કરેલ સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યની ગંભીરતા ધ્યાને લેતા આરોપીએ રજુ કરેલ હાલની આ જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ.

આ કામે સરકારપક્ષે સરકારી વકીલશ્રી અનિલ એસ ગોગિયાએ રજુઆત કરેલ.

(2:38 pm IST)