Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કાલે ર૯ ઓકટોબર-વર્લ્ડ સ્ટ્રોક ડે

બ્રેઇન સ્ટ્રોક દરમ્યાન દર સેકન્ડે મગજના ૩ર હજાર કોષો નાશ પામતા હોય છે

રાજકોટ, તા. ર૮ :  ઓકટોબર વર્લ્ડ સ્ટોક ડેના સંદર્ભમાં લોક જાગૃતિ માટે વોકહાર્ટ હોસ્પિટલ/ ન્યુરો સાયન્સ ડિપાર્ટમેન્ટ ન્યુરો સર્જન ડો. કાંત જોગાણી ઇન્ટરવેન્સનલ ન્યુરો રેડીયોલોજીસ્ટ ડો. વિકાસ જૈન, ન્યુરો ફીઝીશ્યન ડો. કેતન ચુડાસમાએ જણાવ્યું છે કે બેઇન સ્ટ્રોક એટલે પક્ષઘાત દરમિયાન પ્રત્યેક સેકન્ડે મગજના ૩ર હજાર કોષો નાશ પામે છે જો ત્વરીત સારવાર ન મળે તો કોષો નાશ પામે છે જો ત્વરીત સારવાર ન મળે તો દર્દીનું જીવન જોખમમાં મુકાય છે. જાગૃતિનો અભાવ પક્ષઘાતના દર્દીઓના સારવાર થતા વિલંબમાં મહત્વનું કારણ છે.

ડો. જોગાણી, ડો. જૈન અને ડો. ચુડાસમાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે દર વર્ષે ભારતમાં ૧ લાખે ૧પ૦ને પક્ષઘાત થાય છે. ઘણા લોકોનું સ્ટ્રોક પછી જીવવુ પહેલા જેવું રહેતુ નથી. યોગ્ય સંભાળ અને સારવાર સાથે અર્થપૂર્ણ જીવન જીવવુ હવે શકય બન્યુ છે. આમ પક્ષઘાતથી બચી ગયેલા લાખો દર્દીઓ બતાવે છે કે સ્ટ્રોક પછી પણ હિંમતની જીવવું શકય બન્યુ છે.

પક્ષઘાત એટલે મેડીકલ કટોકટી છે. જેના લક્ષણોમાં મુખ્યત્વે ચહેરો સહેજ ત્રાંસો થવો. એક બાજુનો હાથ ઉપાડવામાં તકલીફ થવી એક બાજુના પગમાં નબળાઇ થવી. ચાલવામાં તકલીફ થવી, બોલવામાં તકલીફ પડવી. જીભ જાડી થાય, અસ્પષ્ટ ઉચ્ચારો ચાલવામાં બેલેન્સ ન રહેવું ખોરાક ગળવામાં તકલીફ પડવી વિગેરેનો સમાવેશ થાય છે. આમ કોઇપણ લક્ષણ અચાનક થાય તો તરત જ નજીકની હોસ્પિટલ ઝડપી સારવાર કરાવી.

સ્ટ્રોકના કારણોમાં મુખ્યતવે બ્લડપ્રેશર, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, મેદસ્વીપણુ, હૃદયની બીમારીઓ મુખ્ય છે.

પક્ષઘાતને અટકાવવા માટે ડો. જોગાણી ડો. જૈન, ડો. ચુડાસમાએ વધુમાં જણાવ્યંુ કે પક્ષઘાતને થતો રોકવો એ જ એની શ્રેષ્ઠ સારવાર છે. પક્ષઘાતને રોકવા માટે નિયમિત કસરત કરો. અને કાર્યશીલ રહો, પક્ષઘાત થવાના જોખમી પરિબળો જેવા કે હાઇપર ટેન્શન, ડાયાબીટીસ, કોલેસ્ટેટોલ વિગેરેને કાબુમાં રાખો. ખાણીપીણીનું ધ્યાન રાખો, મેદસ્વીતા ટાળો, તમાકુના સેવનથી દુર રહો. દારૂનુ સેવન ટાળો, પક્ષઘાતના પ્રારંભીક લક્ષણો વિશે સમજણ કેળવો.

(3:43 pm IST)