Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

'તારા વિના શ્યામ મને એકલું લાગે' કહીને ગોપીઓ સરગમના તાલે ઝૂમી ઉઠી

રાજકોટઃ અહિંના યાજ્ઞિક રોડ પર ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં ચાલી રહેલા સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં બીજા નોરતે સુર-તાલ અને બહેનોના જોશ વચ્ચે જાણે કે સ્પર્ધા થઈ હોય એવો માહોલ સર્જાયો હતો.

બીજા નોરતે નાથાભાઈ કાલરીયા, -તાપભાઈ પટેલ, જીમીભાઈ અડવાણી, ડો.સિધ્ધાર્થભાઈ પટેલે આરતી કરેલ. મુખ્ય મહેમાન તરીકે રમેશભાઈ ટીલાળા, જગદીશભાઈ ડોબરિયા, એમ. જે. સોલંકી, રઘુનંદનભાઈ સેજપાલ, જયશ્રીબેન સેજપાલ, મનસુખભાઈ રામાણી, રામજીભાઈ શીયાણી, ડો.અમિતભાઈ હપાણી, એમ.વી. વેકરીયા, રાજદીપસિંહ જાડેજા, વર્ષાબા જાડેજા, ઘનશ્યામભાઈ પરસાણા, મહેશ્વરીભાઈ પુજારી, નેહાબેન પુજારી, આર.જે. શાહના હસ્તે ઇનામો આપવામાં આવેલ છે. 

ગોપિરાસનાં નિર્ણાયક તરીકે ડો.માલાબેન કુંડલિયા, ભાવનાબેન માવાણી અને માયાબેન પટેલ એ સેવા આપેલ.

ઓરકેસ્ટ્રા તરીકે મનસુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોડી કલર્સ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા (મુબઈ), મનીષાબેન કરીન્ડકર (મુંબઈ) સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની રમઝટ બોલાવશે.

ચોથું નોરતું  ગોપિરાસમાં મુખ્ય મહેમાન તરીકે મેયર ડો.પ્રદિપભાઈ ડવ,   નંદલાલભાઈ માંડવીયા,  પુષ્કરભાઇ પટેલ,  પ્રદીપભાઈ  ત્રિવેદી,    અતુલભાઈ પંડિત,  અશોકભાઈ ડાંગર,  છગનભાઈ બુસા, હિતેશભાઈ બગડાઈ, ભરતભાઈ માંકડિયા,  નીદીતભાઈ બારોટ,   દેવાંગભાઈ માકડ,   વિજયભાઈ દાવડા,  જમનભાઈ કણસાગરા,હિમાંશુભાઈ શેઠિયા, હિરેનભાઈ સોઢા, ગુણવંતભાઈ ભાદાણી, મગનભાઈ ધીંગાણી, મુલજીભાઈ ભીમાણી, નવીનભાઈ ઠકકર,   શૈલેશભાઈ વૈષ્નાની, જીવણભાઈ પટેલ, લાભુભાઈ ખીમણીયા,   મનસુખભાઈ સાવલિયા, કલ્પકભાઈ મણીયાર, જયેશભાઈ કોઠારી, ભાવેશભાઈ ખુંટ, નીતિનભાઈ રાયચુરા, શ્રી અશ્વિનભાઈ ઘેડીયા,   સુરેશભાઈ દોશી, આશિષભાઈ ભુતા, મીતેશભાઇ ખુંટ,  વિનયભાઈ પટેલ, અશ્વિનભાઈ આદ્રોજા, સવજીભાઈ પરસાણા વગેરે ઉપસ્થિત રહેશે.

સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલ્કાબેન કામદાર, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, જયસુખભાઈ ડાભી, ભરતભાઈ સોંલકી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, હરેશભાઈ શાહ, લક્ષ્મણભાઈ ભૂત, ધીરૃભાઈ હિરાણી, માલાબેન લોઢીયા, બીનાબેન અનડકટ, બીનાબેન ઠક્કર, સંગીતાબેન સાચલા બને કલબના કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહેલ છે.(

(4:34 pm IST)