Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મશીનરી સ્‍પેર્સ સપ્‍લાય એસો.ની સામાન્‍ય સભા

રાજકોટ : તાજેતરમાં રાજકોટ મશીનરી સ્‍પેર્સ સપ્‍લાય એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા મળી હતી. પ્રારંભે પ્રમુખ મેઘજીભાઇ ઘેલાણીએ સૌને આવકાર્યા બાદ કારોબારી સભ્‍ય સ્‍વ.ધીરેનભાઇ ખખ્‍ખરને યાદ કરી બે મીનીટના મૌન સાથે શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઇ હતી. માનદ મંત્રી વસંતભાઇ બલદેવે સંસ્‍થાની માહીતી રજુ કરેલ. રજુ થયેલ હીસાબોને બહાલી અપાયા બાદ કારોબારી સભ્‍ય પરેશભાઇ અઢીયાએ જ્ઞાનવર્ધક ગેમ રમાડી સૌને ઉત્‍સાહીત કર્યા હતા. વિજેતાઓને ઇનામો અપાયા હતા. સમગ્ર કાર્યક્રમને યશસ્‍વી બનાવવા પ્રમુખ મેઘજીભાઇ ઘેલાણી, ઉપપ્રમુખ પ્રદીપભાઇ મહેતા, માનદમંત્રી વસંતભાઇ બલદેવ, સહમંત્રી અશ્વિનભાઇ પટેલ, ટ્રેઝરર પ્રમોદભાઇ મહેતા, કારોબારી સભ્‍ય બીપીનભાઇ કારીયા, પિયુષભાઇ પટેલ, રામજીભાઇ લાડાણી, ઇશ્વરભાઇ ભામભોલીયા, હસમુખભાઇ બલદેવ, પરેશભાઇ અઢીયા, વિનોદભાઇ અકબરીએ સેવા આપી હતી.

(4:33 pm IST)