Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

બેંક ઓફ બરોડા દ્વારા ઈન્‍ટર રીજીયન ક્રિકેટ ટૂર્નામેન્‍ટ

રાજકોટઃ બેંક ઓફ બરોડા રાજકોટ  ઝોન દ્વારા બરોડા અનુભૂતિ પ્રોગ્રામ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ આયોજીત ઈન્‍ટર રીજીયન ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ભાવનગર, ભુજ, જામનગર, જૂનાગઢ, સુરેન્‍દ્રનગર, રાજકોટ રીજીયન અને રાજકોટ ઝોનની એમ કુલ ૭ ટીમોએ આ ટુર્નામેન્‍ટમાં ભાગ લીધો હતો.

મેક એકેડેમી ગ્રાઉન્‍ડ, માધાપર ખાતે આયોજીત ટુર્નામેન્‍ટ બેંક ઓફ બરોડા રાજકોટ ઝોનના જનરલ મેનેજર શ્રી વિજય કુમાર બસેઠા, ડેપ્‍યુટી જનરલ શ્રી જે.બી. રોહડા અને નેટવર્ક ડીજીએમ શ્રી નરેન્‍દ્રસિંઘના નેતૃત્‍વ હેઠળ કરવામાં આવ્‍યું હતું. વિજેતા જામનગર રીજીયનની ટીમ અને ભાવનગર રીજીયનની ટીમ રનર્સ અપ રહેલ.

આ ૭ ટીમમાંથી સર્વશ્રેષ્‍ઠ ૧૫ સભ્‍યોનું સિલેકશન એસસીએ અમ્‍પાયર અને ઝોનલ સ્‍પોર્ટસ અને કલ્‍ચરલ કમીટીના સંયુકત નિર્ણય દ્વારા કરવામાં આવશે. આ સિલેકટર થનાર સભ્‍યો ૧૦ અને ૧૧ નવેમ્‍બરના રોજ મુંબઈ રમાનારા ઈન્‍ટર ઝોનલ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં રાજકોટ ઝોનનું પ્રતિનિધિત્‍વ કરશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(4:25 pm IST)