Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પેલેસ રોડ ખાતે પાયલ મેલાનો શુભારંભ

રાજશૃંગી કોમ્‍પ્‍લેક્ષ બેઝમેન્‍ટ સ્‍થિત બન્‍ને શો- રૂમ પર ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી લ્‍હાવો

રાજકોટઃ  પોપ્‍યુલર ગ્રુપ દ્વારા આ વર્ષે ફરી ગ્રાહકો માટે ‘પાયલ મેલા'નું આયોજન કરવામાં આવેલ છે. ૯૨.૫ સિલ્‍વર જવેલરીની વિશાળ રેન્‍જ પણ ઉપલબ્‍ધ રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

‘પાયલ મેલા' નિમીતે ગ્રાહકો માટે અવનવી ડિઝાઈનો અને વૈવિધ્‍ય સભર પાયલ રજુ કરવામાં આવેલ છે. ઉપરાંત સમગ્ર ભારતની એક હજારથી વધુ વેરાયટી જેમ કે ટ્રેડીશ્‍નલ, રાજસ્‍થાની, એન્‍ટીક, જડતર, સ્‍ટોન, ટીનએજ, બ્રાઈડલ, એન્‍ગેજમેન્‍ટ, ગોલ્‍ડ એન્‍ડ સિલ્‍વર તથા કિડઝ્‌ સિલ્‍વર પાયલ રજુ કરવામાં આવેલ છે.

પોપ્‍યુલર ગ્રુપના શ્રી ભરતભાઈ તથા જીતુભાઈ આડેસરાએ સમગ્ર સૌરાષ્‍ટ્રના ગ્રાહકોને ખાસ કરીને બહેનોને તા.૨૬ થી ૩૦ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન ‘પાયલ મેલા' તેમજ ૯૨.૫ સિલ્‍વર જવેલરીનો લાભ લેવા નિમંત્રણ પાઠવેલ છે.

‘પાયલ મેલા' પોપ્‍યુલર ગ્રુપના પેલેસ રોડ, રાજશૃંગી કોમ્‍પ્‍લેક્ષ બેઝમેન્‍ટ સ્‍થિત બન્‍ને શો- રૂમ પોપ્‍યુલર- ધ જવેલ શોપી તથા પોપ્‍યુલર જવેલર્સ પર આયોજીત થયેલ છે.

આ દરમ્‍યાન શો- રૂમ સવારે ૧૦:૩૦ થી રાત્રે ૮:૩૦ ખુલ્લા રહેશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:23 pm IST)