Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

માનવાધિકાર એવમ્‌ મહિલા બાળ વિકાસ સંગઠનનું રાજકોટ શહેર કાર્યાલય ખુલ્લુ મુકાયુ

રાષ્ટ્રીય અધ્‍યક્ષ નિલેશભાઈ જોશીની ઉપસ્‍થિતિમાં

રાજકોટ, તા.૨૮: માનવાધિકાર એવમ્‌ મહિલા બાળ વિકાસ સંગઠન (ન્‍યુ દિલ્‍હી) ના રાષ્ટ્રીય અધ્‍યક્ષ શ્રી નિલેશભાઈ જોશી રાષ્ટ્રીય સચીવ દિપકભાઈ પરમાર શિક્ષણ સેલના પ્રમુખ ઉમેશભાઈ જોશી અને અગ્ર સચીવ ડો.વિશાલભાઈની ઉપસ્‍થિતમાં માનવાધિકાર એવમ્‌ મહિલા બાળ વિકાસ સંગઠનની સૌરાષ્ટ્ર ઝોનની મહત્‍વની મિટીંગ સાથે રાજકોટ શહેરના નવનિયુક્‍ત પ્રમુખ મનિષાબા વાળા અને રૂપલબા ડોડીયા એ રાષ્ટ્રહિતની ભાવના અને લોક ઉપયોગી સેવાકાર્ય અર્થે ગુરૂદેવ કોમ્‍પ્‍લેક્ષ - ૧, બાલક હનુમાન ચોક, પેડક રોડ ખાતે તૈયાર કરવામાં આવેલ રાજકોટ શહેર કાર્યાલયને રાષ્ટ્રીય અધ્‍યક્ષ નિલેશભાઈ જોશીના વરદ્‌ હસ્‍તે ખુલ્લુ મૂકવામાં આવ્‍યુ હતુ અને રાજકોટ શહેરના વિવિધ પ્રશ્નોમાં મદદરૂપ થવા માટે કાર્યાલય મોબાઈલ નં ૯૯૦૯૬૩૬૧૨૮ અને ૯૮૯૮૫૯૩૨૨૫ જાહેર કરવામાં આવ્‍યો હતો. બિન રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્‍થા તરીકે સમગ્ર દેશમાં સક્રિયતાથી કાર્યરત માનવાધિકાર એવમ્‌ મહિલા બાળ વિકાસ સંગઠન દ્રારા સમગ્ર દેશમાં માનવ અપરાધો પર રોક લગાવવા અને માનવ અધિકારો પ્રત્‍યે સામાન્‍ય જનતાને જાગૃત કરવા તેમજ લોક ઉપયોગી કાર્યો અને સેવાકાર્યો કરવા માટે માનવાધિકાર એવમ્‌ મહિલા બાળ વિકાસ સંગઠન સતત પ્રયત્‍નશીલ છે. માનવાધિકાર એવમ્‌ મહિલા બાળ વિકાસ સંગઠનના રાજકોટ શહેર પ્રમુખ મનિષાબા વાળા રાજકોટ જીલ્લા પ્રમુખ પંકજભાઈ વેકરીયા રાજય મહામંત્રી વંદનાબેન સોની સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પુજાબા જાડેજા ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન દેશાણી જૂનાગઢ જીલ્લા પ્રમુખ વૈશાલીબેન રાઠોડ જસદણ - વિંછીયા તાલુકા પ્રમુખ મેહુલભાઈ સંઘવી સહિતના સૌરાષ્ટ્ર ભરના હોદેદારો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:22 pm IST)