Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સોનમ ગરબાઃ વોટર ડ્રમ અને ફાયર ડ્રમે આકર્ષણ જમાવ્‍યુઃ દાંડીયા ડેકોરેશન

રાજકોટઃ  જૈન વિઝન સંસ્‍થા  આયોજિત સોનમ ગરબામાં તો આ વખતે રાત પડે ને દિવસ ઉગે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.  સોનમ ગરબામાં માતાજીની આરાધના પછી ઢોલની દાંડી પીટાય છે અને જૈન સમાજના ભાઈ-બહેનો ઝૂમી ઉઠે છે. સ્‍ટેજ ઉપરથી રજુ થતા અવનવા ગરબા ગીતો બધાને થીરકવા માટે મજબુત કરે છે.  બીજા નોરતાની વિશેષતા વોટર ડ્રમ અને ફાયર ડ્રમ હતા

ગઈકાલે બીજા નોરતે મૂખ્‍ય મહેમાન તરીકે જસ્‍ટીસ નરેન્‍દ્ર કુમાર જૈન , ડેપ્‍યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, સોનમ ઘડિયાળ ના જયેશભાઇ શાહ, વિજય કોમર્સીયલ બેંક ના દિપકભાઇ પટેલ , ટાટા એજન્‍સી વાળા પારસભાઇ ખારા, મીડીયા સેલ ના અરૂણભાઇ નિર્મળ, જૈન અગ્રણી દિનેશભાઇ દોશી, જૈન સોશિયલ ગ્રુપના પરાગભાઇ મહેતા વગેરેએ  ઉપસ્‍થિત  રહ્યા હતા.

સાચી કોઠારી , યશા શાહ, પ્રિન્‍સેસ તરીકે ભાવિક શાહ , ભૌમિક શાહ,દિપેશ માવાણી જ્‍યારે પ્રિન્‍સેસ તરીકે કાવ્‍યા શાહ, દેવાંગી મહેતા અને ખુશી સંઘવી જ્‍યારે વેલડ્રેસમા પ્રતિક જૈન અને ધવલ મહેતા વેલડ્રેસ ફિમેઇલમા કાજલ કોઠારી, અવની મહેતાને બાળકોમા ધેર્ય શેઠ, નિશાંત વોરા અને હેત્‍વી વોરાને દિપકભાઇ પટેલ,દિનેશભાઇ દોશી, જીજ્ઞેશ બોરડીયા, જતીન સંઘાણી, પરાગ મહેતા, પરેશ દફતરી, હિમાંશુ અજમેરા,અરૂણભાઇ નિર્મળ, સંજયભાઇ દોશી, પ્રવીણભાઇ કોઠારી , ધિરેનભાઇ ભરવાડા, નીતિનભાઇ મહેતા.ગિરીશભાઇ મહેતા, બ્રિજેશભાઇ મહેતા , અજીતભાઇ જૈન અને તુષારભાઇ પતિરાના હસ્‍તે ઇનામોથી નવાજવામા આવેલ હતા.

(4:20 pm IST)