Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કોઠારીયા મહિલા દુધ ઉત્‍પાદક મંડળીના પ્રમુખ અને વોર્ડ કોર્પોરેટર ભારતીબેન પરસાણાનું સન્‍માન

રાજકોટ : રાજકોટ જિલ્લાની સહકારી સસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા ખાતે મળી હતી. જેમાં કોઠારીયા મહિલા દુધ ઉત્‍પાદક સહકારી મંડળીમાં છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત પ્રમુખ અને વોર્ડ નં. ૧૮ ના ભાજપના કોર્પોરેટર ભારતીબેન પરસાણાની સેવાઓ ધ્‍યાને લઇ સન્‍માન કરાયુ હતુ. આ દરમિયાન અકસ્‍માતે અવસાન પામેલ ખેડુત સભાસદોને વીમા રકમના ચેકો અર્પણ કરવામાં આવ્‍યા હતા. ભારતીબેન પરસાણાના સન્‍માન સમયની તસ્‍વીર નજરે  પડે છે.

(4:04 pm IST)