Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સિવિલ હોસ્‍પિટલમાં NABHના એન્‍ટ્રી લેવલ ઇન્‍સ્‍પેક્‍શનની તૈયારી રૂપે યોજાયો તાલિમ કેમ્‍પ

નાભની ઉપલબ્‍ધીથી સિવિલ હોસ્‍પિટલમાં દર્દીઓને ખુબ સારી સુવિધા મળતી થશે

રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્‍પિટલ રાજકોટ ખાતે ટુંક સમયમાં ‘નાભ '(નેશનલ એક્રીડિએશન બોર્ડ ફોર હોસ્‍પિટલ એન્‍ડ હેલ્‍થકેર પ્રોવાઇડર્સ) દ્વારા એન્‍ટ્રી લેવલનું ઇન્‍સ્‍પેક્‍શન થશે. આ અનુસંધાને નર્સિંગ કોલેજના ઓડિટોરીયમ ખાતે સિવિલ હોસ્‍પિટલના તમામ વિભાગના સ્‍ટાફ માટે ઓરીએન્‍ટેશન અને તાલિમનું આયોજન કરાયું હતું. NABHની ઉપલબ્‍ધીથી સિવિલ હોસ્‍પિટલમાં સારવારની ક્‍વોલીટીમાં ખુબ જ સુધારો થશે અને દર્દીઓને વધુને વધુ સારી સારવાર મળી રહેશે. તાલિમ કેમ્‍પમાં તબિબી અધિક્ષકશ્રી ડો. આર. એસ. ત્રિવેદી, ડો. મોનાલીબેન માકડીયા, ડો. પંકજ બુચ,  ડો. ઉમેદ પટેલ, ડો. સુધા શર્મા, ડો. અંજના ત્રિવેદી, ડો. સરીન મોદી, ડો. આશુતોષ સહિતનાએ ઉપસ્‍થિત રહી તમામ વિભાગના સ્‍ટાફને મહત્‍વનું માર્ગદર્શન આપ્‍યું હતું. સમગ્ર ટ્રેનિંગ અને પ્રોગ્રામનું સંચાલન ડો. એમ. સી. ચાવડાએ કર્યુ હતું. તાલિમનો મોટી સંખ્‍યામાં તબિબો અને નર્સિંગ સ્‍ટાફ તથા રેસિડેન્‍ટ ડોક્‍ટર્સએ લાભ લીધો હતો.

(3:53 pm IST)