Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ડિવાઇન યાત્રા પ્રવાસ

ડિવાઇનફીલ ચેરીટેબલ ટ્રસ્ટ અનેક પ્રકારની સામાજિક, ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. તેના ભાગરૃપે  'વડીલ વિસામો' હરીઓમ આશ્રમ- જેતપુરના બા-દાદા સાથે એક દિવસીય યાત્રા પ્રવાસ કરી તેમની સાથે આખો દિવસ તેમને મનગમતા ધુન-ભજન-દર્શનનો આનંદ લીધો હતો. આ યાત્રા પ્રવાસ બા-દાદા માટે એક સંભારણુ બની રહે તે માટે ડિવાઇનફીલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરત પરમાર, કમલશીંગાળા, કૈલેશ લાલાણી, હરેશભાઇ ગોહેલ, વિજય પટેલ, અંકુર પારેખ, મહેશ પટેલ, કમલેશ પટેલ, અલ્પેશ પટેલ, ક્રિપાલ વાઘેલા, લાભેશ્વર ધુન મંડળના આત્મીય મિત્રો અને હરીઓમ આશ્રમના આદરણીય જોષી બાપા તથા નિલેષભાઇ જોષી જહેમત ઉઠાવી હતી.

(3:37 pm IST)