Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

શાપર-વેરાવળના પૂલ નીચે ઉભા રહેતા મુસાફરોને બસમાં નહિ લેતા પ ડ્રાઇવરો સામે કડક પગલા ડિવીઝનલ કન્‍ટ્રોલર કલોતરાનું આકરૂં પગલું: બદલી નખાયા

છેલ્લા કેટલાય સમયથી શાપર-વેરાવળના પૂલ ઉપરથી ડાઇરેકટ એસ.ટી. બસ લઇ જઇ પૂલ નીચે કલાકો સુધી બસની રાહ જોતા મુસાફરોને બસની સુવિધા ન આપવા અંગે વ્‍યાપક ફરીયાદો ઉઠી હતીઃ આ પછી ડીસી શ્રી કલોતરાએ ચેકીંગ કરતા આવી કુલ પ બસના ડ્રાઇવરો સીધી પુલ પરથી જ બસ લઇને રવાના થયાનું બહાર આવતા આખરે આ પાંચેય ડ્રાઇવરો સામે કડક પગલા લઇ આજે આ તમામ પાંચેય ડ્રાઇવરોની રાજકોટ ડિવીઝનના જુદા જુદા ડેપોમાં બદલી કરતો હુકમ કરતા કર્મચારીઓમાં ભારે ચર્ચા મચી ગઇ છે.

(3:36 pm IST)