Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

'મોદીજી કી બેટી' : ગંભીર સમસ્યાને હળવાસથી ઉકેલવાનો સંદેશ પ્રસરાવતી હિન્દી ફિલ્મ : ૧૪ મીએ દેશભરમાં રીલીઝ

હું ગુજરાતની દીકરી છુ અને મને મોદીજીની દીકરીનો રોલ કરવા મળ્યો તે મારા અહોભાગ્ય : અવની મોદી : પાકિસ્તાનના આર્મી ઓફીસરની ભુમિકા મારા માટે ચેલેન્જરૃપ હતી, મે ઝીલી લીધીઃ તરૃણ ખન્ના : કોઇ બાળમાનસ ઉપર ટેરરીસ્ટના વિચારો કઇ રીતે થોપાય છે વાત આ ફિલ્મમાં તાદ્રશ્ય : વિક્રમ કોચર

રાજકોટ તા. ૨૮ : આગામી ૧૪ ઓકટોબરથી દેશભરના સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહેલ હિન્દી ફિલ્મ 'મોદીજી કી બેટી' નો પ્રમોશન કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો હતો.

આ સંદર્ભે યોજાયેલ પત્રકાર પરીષદને સંબોધતા ફિલ્મમાં મોદીજીની દીકરીનો રોલ કરતી અવની મોદીએ જણાવેલ કે હું ગુજરાતની જ દીકરી છુ અને મને આ ફિલ્મમાં મોદીની દીકરીનો અભિનય કરવાની તક મળી તે બદલ ખુબ જ ખુશી અનુભવુ છુ. આ ફિલ્મ સંપૂર્ણ પારિવારીક અને મનોરંજનના મહાસાગરસમી છે. હું સાઉથની ફિલ્મોનો અનુભવ લઇ ચુકી છુ. એક હિન્દી અને એક ગુજરાતી વેબસીરીઝ પણ કરી રહી છુ.

તેણીએ જણાવેલ કે હાલ ગુજરાતી ફિલ્મોનો શીલશીલો ચાલ્યો છે તે ખુબ આનંદની વાત છે. ગુજરાતમાં સીનેમેટીક ટુરીઝમ પોલીસી લાગુ થઇ તેની ખુબ સારી અસરો જોવા મળી છે. 'હેલ્લારો' પછી હાલ 'છેલ્લો શો' એ વિશ્વભરનું ધ્યાન ખેચ્યું છે.

'મોદીજી કી બેટી' ફિલ્મમાં પાકિસ્તાનના આર્મી ઓફીસરનું પાત્ર નિભાવી રહેલ તરૃણ ખન્નાએ જણાવ્યુ હતુ કે મારા માટે આ રોલ એક ચેલેન્જ હતો. કેમ કે મારે સંપૂર્ણ પાકિસ્તાનમય બનીને પોઝીટીવ સાઇડ લેવાની હતી. મે દીલ દઇને કામ કર્યુ છે. જે તમને ફિલ્મ જ કહેશે.ટેરરીસ્ટનું પાત્ર અદા કરનાર વિક્રમ કોચરે જણાવ્યુ હતુ કે નાનપણથી જ બાળકના માનસ ઉપર જે થોપવામાં આવે તેની શું અસર થાય તે વાત આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ટેરરીસ્ટ તરીકેના કીરદારને બરાબર ન્યાય આપવા મેં પ્રયાસ કર્યો છે.

આ તકે ફિલ્મના ડાયરેકટર એડ્ડી સીંગે જણાવેલ કે ફિલ્લમાં કયાંય રોમાન્ય નથી કે વાયલન્સ નથી. પરંતુ કોમેડી જરૃર છે. આખી ફિલ્મ ભારત - પાકિસ્તાનના સંબંધોને લઇને એક ગંભીર મુદ્દા પર બની છે. તેમછતા કોમેડને વણી લઇ ગંભીર સમસ્યાને હળવાસથી રજુ કરવા ફિલ્મમાં પ્રયાસ થયો છે. સમસ્યા ભલે ગમે તેવી ગંભીર હોય છતા હસી મજાક સાથે પણ તેને ઉકેલી શકાય છે. પ્રેમ અને અમનનો સંદેશ પ્રસરાવવા ફિલ્મમાં પ્રયાસ થયો છે.

આગામી ૧૪ ઓકટોબરે રજુ થવા જઇ રહેલ આ ફિલમમનું ટ્રેલર સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ થતા જ જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. યુ-ટયુબ પર ૪૬ લાખથી વધુ વ્યુઝ મળી ચુકયા હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

તસ્વીરમાં પત્રકાર પરીષદ સંબોધી રહેલ ફિલ્મમાં લીડ રોલ કરતી અવની મોદી, તરૃણ ખન્ના, વિક્રમ કોચર, એડ્ડી સીંગ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન 'ટ્રેન્ડ્સ સ્ટોર' હવે માંડવીમાં

રાજકોટ,તા. ૨૮ : રિલાયન્સ રિટેલની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી એપેરલ અને એસેસરીઝ સ્પેશિયાલિટી ચેઇન, ટ્રેન્ડ્સએ કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં તેનો નવો સ્ટોર શરૃ કરવાની જાહેરાત કરી છે.

વસ્તાવમાં ટ્રેન્ડ્સ સ્ટોર મેટ્રો, મિની મેટ્રોથી લઇને ટિયર ૧, ૨ શહેરો અને તેનાથી આગળ સુધી ભારતનું પ્રિય ફેશન શોપિંગ સ્થળ રહ્યું છે.

માંડવી ખાતેનો ટ્રેન્ડ્સ સ્ટોર આધુનિક દેખાવની સાથે મહત્વનું વાતાવરણ ધરાવે છે જેમાં સારી ગુણવત્ત્ા અને ફેશન માલસામાનની આકર્ષક શ્રેણી ઉપલબ્ધ છે જે સ્થાનિક ઉપભોકતાઓને અનુરૃપ છે અને તેની કિંમતો કે જે પરવડે તેવી છે અને પૈસા માટે ઉચ્ચ મૂલ્ય તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે.

આ સ્ટોર ૬૫૨૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. જે માંડવી શહેરનો પ્રથમ સ્ટોર છે, તેના ગ્રાહકો માટે એક ખાસ ઉદઘાટન ઓફર રજૂ કરે છે, ઉપરાંત મહાન પ્રાશંગીક ફેશન અને અદ્બુત કિંમતોૅં - રૃ. ૩૪૯૯માં ખરીદી કરો અને રૃ. ૧૯૯માં આકર્ષક ભેટ મેળવો એટલું જ નહીં કે ગ્રાહકોને રૃ. ૨૯૯૯ ની ખરીદી પર રૃ. ૩૦૦૦ ની કૂપન બિલકુલ ફ્રિમાં મળશે.

(3:25 pm IST)