Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સદા મોજ મસ્તી મંે....સહિયર કલબનો રંગ જામે નવરાત્રી એ

જોમ ચડાવતા ગીતો-ડાકલા ટીટોડોમાં મનમુકી રાસે રમતા ખેલૈયાઓઃ સુરેન્દ્રસિંહ વાળાનું લાજવાબ આયોજન

રાજકોટઃ રાત પડે ને રંગ ચઢે....પણ થયેલા રંગને રાત ટુંકી પડે એની મોજથી સહિયરના ખેલૈયાઓ રાસની રંગત જમાવી રહ્યા છે. નવલા નોરતાની બીજી રાત્રીએ સહિયરના નયનરમ્ય પટાંગણમાં દિવસના અજવાળા જેવા લાઇટીંગ તથા ફલોરીંગથી સજજ ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ રાસે રમી રહ્યા છે. પ્રથમ દોરમાં રાહુલ મહેતા કારીડાનો નાથ જેવા ગીતોની રમઝટ બાદ સાજીદ પ્યારનો સુફી કંઠ અને શિવ ભકિત બાદ બીજા દોરમાં માંની આરાધનાના ગાતા  સાગરદાન ગઢવી એ રંગ જમાવ્યો  

બધા સક્ષમ ગાકો સાથે સુર પુરાવતા કોકીલ કંઠી ગાયકો ઉર્વી પુરોહિત રંગ જમાવી રહ્યા છે.

હિતેષ ઢાકેચા, નરેશ ઢાકેચા, દર્શન ઢાકેચા, કરમ ઢાકેચા, તાલની જમાવટ કરે છે સાથે મેલોડી એકશન પર રવિ ઢાકેચા, વિજય બારોટ, સાગર બેન્જો, રવિભાટનો સુરીલો સાથ મળતા જીલ એન્ટરટેનમેન્ટ મ્યુઝીક ગ્રુપ ખેલૈયાઓને ડોલાવવામાં દાદ મેળવે છે શબ્દોથી ભરચકક સંચાલન તેજસ શિશાંગીયા એઝ ઇટ ઇઝ જમાવટ કરી રહ્યા છે. સહિયરની સાઉન્ડ સીસ્ટમ પેરેમાઉન્ટ અને સુનિલ પટેલ ખેલૈયાઓની વાહવાહ મેળવી રહ્યા છે.

વંદેમાતરમ ગાન બાદ વિજેતાઓ જાહેર થયા હતા. જેમાં સીનીયર ફર્સ્ટ પ્રિન્સ. રોહન રાજપૂત, સેકન્ડ પ્રિન્સ-સુનિલ ઠાકોર, થર્ડ પ્રિન્સ-હિમાંશુ જરીયા, વેલકમ પ્રિન્સ-શુભમ બ્રહ્મભટ્ટ, જુનીયર ફર્સ્ટ પ્રિન્સ-વૈદીક શિશાંગીયા, સેકન્ડ પ્રિન્સ-વિવેક ડોડીયા, વેલડ્રેસ પ્રિન્સ-વિર મારૃ, ફર્સ્ટ પ્રિન્સેસ-ક્રિષ્ના વાઢેર, સેકન્ડ પ્રિન્સેસ-વિધી બગથરીયા, થર્ડ પ્રિન્સેસ-જિંલ માણાવદરીયા, વેલડ્રેસ પ્રિન્સેસ-શ્રધ્ધા ઢોલરીયા, ફર્સ્ટ પ્રિન્સેસ-પ્રાચી સંઘાણી, સેકન્ડ પ્રિન્સેસ-હેત્વી ધોરૈયા, વેલડ્રેસ પ્રિન્સેસ-આરાધ્યા મહેતા. વિજેતાઓને એડવોકેટ અભિષેક શુકલા, હેતલ શુકલા, જય ગણાત્રા, હનિબેન ગણાત્રા, દિવ્યેશ પટેલ, કુશલ બુંદેલા, આનંદ પરમાર, હાર્દિક શુકલા, રાજેષ ડાંગર પરિવાર, ભરતભાઇ વ્યાસ, પ્રકાશભાઇ કણસાગરા, મનસુખભાઇ ડોડીયા, ગીરીશભાઇ લુણાગરીયા, જયુભા જાડેજા, અમીત પરમાર, મિલનભાઇ દેશાઇ, જય રાજયગુરૃ, હાર્દિક નાગ્રેચા, દિવ્યેશ વાઘેલા, ક્રિષ્નરાજસિંહ જાડેજા તથા ક્રિષ્નપાલસિંહ વાળાના હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું.

પારિવારક આયોજનમાં ચંદુભા પરમાર, તથા રવિરાજસિંહ જાડેજાના જન્મ દિવસ નિમિતે સહિયાર પરીવારે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

આયોજનમાં સહિયર રાસોત્સવના પ્રેસીડેન્ટઃ શ્રી સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડઃ શ્રી ક્રિષ્નપાલસિંહ વાળા, વાઇસ પ્રેસીડેન્ટ શ્રી ચંદુભા પરમાર, સેક્રેટરી શ્રી કૃષ્ણસિંહ જાડેજા, કોર્ડીનેટર શ્રી યશપાલસિંહ જાડેજા, કન્વીનર શ્રી જયદીપભાઇ રેણુકા, ટ્રેઝરર શ્રી વિજયસિંહ ઝાલા, વાઇસ સેક્રેટરી શ્રી પ્રકાશભાઇ કણસાગરા, કલચરલ ઓર્ડીનેટર શ્રી સમ્રાટ ઉદેશી, સહ કન્વીનર શ્રી ધેર્ય પારેખ તેમજ ઓર્ગનાઇઝર ટીમ દિલીપભાઇ લુણાગરીયા (કોર્પોરેટર વોર્ડ નં.-પ), તીર્થરાજસિંહ ગોહિલ (શ્રી શુભ લક્ષ્મી ક્રેડીટ સો.), બંકીમ મહેતા (શ્રી સાંઇ એન્ટરપ્રાઇઝ), રવિરાજસિંહ જાડેજા (આર. કે. સિકયુરીટી), ધર્મેશભાઇ રામાણી (તીર્થ ગોલ્ડ), રાજવીરસિંહ ઝાલા (યોગી હોટેલ-લીંબડી), જગદીશભાઇ દેશાઇ, કરણભાઇ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિશેકભાઇ અઢીયા (ગુરૃકૃપા ફર્નિચર), કૃણાલભાઇ મણિયાર (વોઇસ ઓફ ડે), પ્રતિકભાઇ જટાણીયા, હિરેનભાઇ ચંદારાણા (સાગર પેન એજન્સી), નિલેશભાઇ ચિત્રોડા (સેફ એન્ડ સેફ), પરેશભાઇ બોઘરા (સિલ્વર કોઇન પ્રા.લી.), ભરતભાઇ વ્યાસ (રોટલા એકસપ્રેસ), રાજેન્દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર), વિ. કી. ઝાલા, પંકજ ગણાત્રા (બાબુજી), રૃપેશભાઇ દત્તાણી (આર. ડી.), નરેન્દ્રસિંહ જાડેજા, જતીન આડેસરા (જે. ડી. ગોલ્ડ), શૈલેષભાઇ ખખ્ખર (એસ. કે.), ગુંજન પટેલ, એહમદ સાંઘ, યુવરાજસિંહ ચુડાસમા, હિરેનભાઇ નથવાણી (શ્રી સોર્સીંગ), મીત વેડીયા (રત્ના જવેલર્સ), મનસુખભાઇ ડોડીયા (શીવમ ફેબ્રીકેશન), સુનીલ પટેલ (પેરેમાઉન્ટ સાઉન્ડ), શૈલેષભાઇ પંડયા (આસ્ક વર્લ્ડ વિઝન) જોડાયા છે.

(3:37 pm IST)