Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

લોનથી ખરીદેલા મોબાઇલનો હપ્‍તો ન ભરી શકતા દિપક ફિનાઇલ પી ગયો

પડધરીના ઇશ્વરીયા ગામનો બનાવઃ યુવાન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૮: પડધરીના ઇશ્વરીયા ગામે રહેતાં દિપક દલપતભાઇ ઝાપડીયા (ઉ.૨૦) નામના યુવાને ગામના પાટીયા પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ લોધીકા પોલીસને જાણ કરી હતી.

દિપક બે ભાઇ અને એક બહેનમાં નાનો છે તથા કારખાનામાં મજૂરી કરે છે. તેના પિતાએ જણાવ્‍યું હતું કે દિપકે થોડા સમય પહેલા લોનથી આઠ હજારનો નવો મોબાઇલ ફોન લીધો હતો. જેના બે હપ્‍તા ભરાઇ ગયા હતાં. ત્રીજો રૂા. ૧૩૦૦નો હપ્‍તો ન ભરી શકતાં ટેન્‍શનમાં આવી જતાં આ પગલુ ભર્યુ હતું.

(11:36 am IST)