Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સગીરા ઉપરના દુષ્‍કર્મ આચરવાના જુદા-જુદા બે કેસોમાં ગોંડલના હડમતીયા ગામના ધર્મેશ ઉર્ફે કાનો રાઠોડને બંને કેસોમાં ૨૦ વર્ષની સજા

ગોંડલ પંથકની ૧૬ વર્ષની સગીરાને ભગાડી જઇને બે વખત બળાત્‍કાર ગુજારવા અંગે એક જ આરોપીને બે કેસોમાં સજા ફટકાર્યાનો પ્રથમ કિસ્‍સો : ગોંડલ કોર્ટનો ચુકાદો

રાજકોટ,તા. ૨૮ : ગોંડલ તાલુકાના ગામમાં રહેતી ૧૬ વર્ષની માસુમની સગીર બાળકીને છ મહીનાના સમયગાળાના બે વખત લલચાવી ફોસલવી લગ્ન કરવાની લાલચ આપી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધનાર આરોપી ધર્મેશ ઉર્ફે કાનો કાળુભાઇ રાઠોડ રહેવાસી હળમળીયાને બંને કેસોમાં વીસ વર્ષની સખત કેદીન સજા ગોંડલની પોકસો અદાલતે ફટકારી હતી.

ગોંડલ પોકસો અદાલતે સરકારી વકીલ શ્રી ઘનશ્‍યામ કે. ડોબરીયાની શુક્ષ્મ અને ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી બંને કેસોમાં આકરી સજા ફટકારી ઐતિહાસીક ચુકાદો જાહેર કર્યો હતો. ન્‍યાયપાલીકાના ઇતિહાસમાં એક જ આરોપીને બંને ગુન્‍હામાં એક સાથે આકરી સજાનો હુકમ જાહેર થયાનું પ્રથમ વખત બન્‍યુ છે.

આ બનાવ વર્ષ માર્ચ-૨૦ થી ઓકટોબર -૨૦૨૦ના સમયગાળામાં બે વખત બનેલ. રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના પાટીદળ ગામેથી સજા પામનાર આરોપી ધર્મેશ ઉર્ફે કાનો કાળુભાઇ રાઠોડ મુળ રહેવાસી હડમાળીયા તાલુકો ગોંડલવાળો આ કામની ભોગબનનાર બાળકીને ગત તા. ૨૨/૩/૨૦૨૦ તથા તા. ૨૯/૧૦/૨૦૨૦ના રોજ અનુક્રમે બે વખત લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલ અને ભોગ બનનાાર બાળકી સાથે અવાર નવાર બળજબરીપૂર્વક બળાત્‍કાર કરેલ અને ત્‍યારબાદ ભોગબનનાર બાળકીના માતુશ્રીને ભોગબનનાર બાળકીને સમગ્ર ઘટનાક્રમની જાણ કરતા તેઓએ ધર્મેશ ઉર્ફે કાનો કાળુભાઇ રાઠોડ મુળ રહેવાસી હડમળીયા તાલુકો ગોંડલ વિરૂધ્‍ધ ભારતીય દંડ સહીતાના કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (એન), ૩૭૬ (૩), તથા પોકસો એકટની કલમ ૬ તેમજ એટ્રોસીટીની કલમ મુજબનો ગુન્‍હો ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરેલ હતો.

સદર ગંભીર બનાવ બાદ પોલીસ આરોપી ધર્મેશ ઉર્ફે કાનો કાળુભાઇ રાઠોડની અટકાયત કરી આ ગુન્‍હાના કામે ધરપકડ કરેલ હતી.

ત્‍યારબાદ આ કામના આરોપી સામે સદર ગંભીર ગુન્‍હાના બે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ. સબબ ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલશ્રી ઘનશ્‍યામ કે.ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્‍તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્‍યારબાદ સરકારશ્રી તરફે સદર બંને કેસોમાં આશરે કુલ ૧૧ સાક્ષીઓને તપાસવામાં આવેલ. સદર કામે કેસના મૌખીક પુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલ શ્રી જી.કે.ડોબરીયા દલીલોને લક્ષમાં રાખી એડીશ્‍નલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી ડી.આર.ભટ્ટે (સ્‍પેશ્‍યલ જજ પોકસો કોર્ટ)નાઓએ અનુક્રમે પોકસો કેસ નં. ૧૮/૨૦૨૦ તથા પોકસો કેસ નંબર ૭/૨૧ એમ બંને કેસોમાં તકસીવારને ઠરાવી આરોપી ધર્મેશ ઉર્ફે કાનો કાળુભાઇ રાઠોડને સદરહું બંને કેસોમાં વીસ વર્ષની સખત કેદીની સજા ફરમાવેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્‍યામ કે.ડોબરીયા રોકાયેલા હતા.

(10:35 am IST)