Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજકોટ ડિવિઝન દ્વારા ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન

રાજકોટ :પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અભિનવ જેફે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પછી, સમિતિના અધ્યક્ષ અને ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈને માનનીય સભ્યોને ડિવિઝનની ઉપલબ્ધિઓ અને મુસાફરોની સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ સમય દરમિયાન, સમિતિના સભ્યો પોતપોતાના વિસ્તારોની રેલવે સમસ્યાઓ ઝડપથી પૂર્ણ કરવા, નવી ટ્રેનો દોડાવવા, ટ્રેનોના સ્ટોપેજમાં વધારો, ટ્રેનોનું વિસ્તરણ, ડબલ ટ્રેક અને ઈલેક્ટ્રીફિકેશન વગેરે ના કામો ઝડપથી પૂરા કરીને મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડવાની રજૂઆત કરી હતી અને મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર  અનિલ કુમાર જૈને તમામ સભ્યોના સૂચનો પર ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

 આ મીટીંગમાં માનનીય સભ્યોમાં પાર્થિવકુમાર ગણાત્રા, દીપક ભાઈ રવાણી, ચંદુલાલ બારાઈ, ચંદ્રવદન પંડ્યા, નૌતમ બારસીયા, જયેશભાઈ બોઘરા, હરિકૃષ્ણ જોષી, હેમુભાઈ પરમાર, ડો. હિતેશ શુક્લ અને પ્રવીણસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

 બેઠક દરમિયાન આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર વી ચંદ્રશેકર અને રેલવે ના વિવિધ વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

(12:10 am IST)