Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર શરૃઃ જયંતિ રવિની હાજરી

રાજકોટ તા. ર૮: શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે શહેરમાં કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં કોવીડ-૧૯ કોરોનાગ્રસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે સરકારી આરોગ્ય સેવા કે ખાનગી આરોગ્ય સેવા ઉપરાંત શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ તથા શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ તેમજ તમામ સહયોગી સંસ્થાઓ ઉપરાંત જ્ઞાતિ આગેગવાનો, દાતાઓના સહકારથી રાજકોટ તેમજ બહારગામ રહેતા જ્ઞાતિજનો માટેર ાજકોટમાં આઇસોલેશન સેન્ટર રહેવા-જમવા-આરોગ્ય (દવાઓ, ડોકટર્સ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ) સાથે નિઃશુલ્ક શરૂ કરવા માટે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઇ દામજીભાઇ બદ્રકિયા સાથે, શ્રી પ્રદીપભાઇ કરગથરા (માનદમંત્રી), શ્રી મુકેશભાઇ વડગામા (ટ્રસ્ટી), શ્રી જગદીશભાઇ એમ. સોંડાગર (અધ્યક્ષ શ્રી ગુ.સુ. પ્રગતિ મંડળ) શ્રી રમણીકભાઇ પાટણવાડીયા (માનદ મંત્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ) રાજકોટ મ્યુ. કોર્પો.ના શ્રી મેહુલ દવે (એડી. કમિ.) સાથે ટેલીફોનીક ચર્ચા બાદ જ્ઞાતિજનો માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરવા માટે તૈયારીઓ ચાલુ કરી.

૭/૧૦, ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે કુમાર છાત્રાલય લાંબા સમયથી બંધ હોય તુરત જ ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના હોલમાં યોગ્ય વ્યવસ્થા થઇ શકે તેમ હોય તુરત જ શ્રી રાજકોટ વિશ્વકર્મ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તેમજ ટ્રસ્ટના કારોબારી સભ્યો શ્રી હર્ષદભાઇ બકરાણીયા, શ્રી અરવિંદભાઇ ત્રેટીયા, શ્રી નટુભાઇ જાદવાણી, શ્રી હરકાંતભાઇ વડગામા, શ્રી દિનેશભાઇ ઝીન્ઝુવાડીયા, શ્રી હરિભાઇ સીનરોજા, શ્રી કિશોરભાઇ અંબાસણા, શ્રી કિરીટભાઇ જોલાપરા, શ્રી શાંતિભાઇ સાંકડેચા, શ્રી મિતેશભાઇ ધ્રાંગધરીયા, શ્રી ચંદ્રેશભાઇ ખંભાયતા (ઉપ પ્રમુખશ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ) ઉપરાંત શ્રી કિશોરભાઇ બકરાણીયા (પ્રમુખશ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ), શ્રી ભરતભાઇ ખરેચા, શ્રી મુકેશભાઇ વડગામા, શ્રી મુકેશભાઇ પંચાીસરા વિગેરેએ ૩૦ બેડની વ્યવસ્થા સાથે આઇસોલેશન સેન્ટર તૈયાર કર્યું.

કોરોનાગ્રસ્ત જ્ઞાતિજનો માટે જરૂરી મેડીકલ સાધનો, નાસ્તો તથા ભોજન સાથેની વ્યવસ્થા દિવસ અને રાત્રી દરમ્યાન સારવાર સંભાળ માટે નર્સિંગ સ્ટાફ, દરરોજ સમયસર જ્ઞાતિના ડોકટરોની સેવા મળી રહે તે માટેની જરૂરી વ્યવસ્થા, પાણી, મનોરંજન, હવાઉજાસ, લાઇટ, સેનીટાઇઝર, માસ્ક, નાશ લેવાના સાધનો ઉપરાંત કોર્પોરેશન પાસેથી જરૂરી દવાઓ, જરૂરી તમામ સુવિધાઓ સાથે બેડની અદ્યતન સગવડોવાળું આઇલોકેશન સેન્ટર ગુજરાત રાજય આરોગ્ય વિભાગના અગ્રસચિવ શ્રી જયંતિ રવિના વરદ હસ્તે અને સરકારી ગાઇડલાઇન મુજબ જ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું. આ આઇસોલેશન સેન્ટરનો લાભ કોઇપણ જગ્યાએ વસતા ગુર્જર જ્ઞાતિજનો લઇ શકશે.

આ તકે શ્રી રાહુલ ગુપ્તા (પ્રભારી સચિવશ્રી તથા પૂર્વ કલેકટરશ્રી, રાજકોટ) શ્રી ઉદિત અગ્રવાલ (મ્યુ. કમિશ્નર, રાજકોટ) શ્રી રવીન્દ્ર ખારાલે તથા શ્રી દીપેશ કેડિયા (ટ્રેઇની ત્ખ્લ્) શ્રી અનીલ રાણાવસીયા (ડી.ડી.ઓ. રાજકોટ) શ્રી મેહુલ દવે (એડી. કમિ.) શ્રી મનીષ ચુનારા (નાં. આરોગ્ય અધિ. ય્પ્ઘ્), શ્રી ભૂપેશભાઇ રાઠોડ, ઉપરાંત ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી મનહરભાઇ કરગથરા, શ્રી પ્રવીણભાઇ અઘેરા (શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ-ટ્રસ્ટી શ્રી) શ્રી વિનયભાઇ તલસાણીયા (શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ-ટ્રસ્ટીશ્રી), શ્રી રસિકભાઇ વઘાસણા (મેને. ડી. શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ) વિ. ઉપસ્થિત રહેલ.

શ્રી જયંતી રવિએ જણાવેલ કે સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા જ્ઞાતિજનો માટે શરૂ થયેલ કોવિડ-૧૯ આઇસોલેશન સેન્ટર સાચા અર્થમાં જ્ઞાતિ સમાજ સેવા અને જ્ઞાતિજનોના આરોગ્યની સંભાળ માટે આશીર્વાદરૂપ ગણાય અન્ય સમાજો એ પણ આવા ઉમદા વિચારોને અમલમાં મૂકી મહામારીમાં પોતાનો સહયોગ આપવી જરૂરી છે.

મ્યુ. કમિ શ્નર શ્રી ઉદીત અગ્રવાલે કહેલ કે આ આઇસોલેશન સેન્ટરમાં આવનારા દર્દીઓને આરોગ્ય સાંભળનારા તમામ નિયમોનો પાલન કરાવવાની સાથે જરૂરી પ્રાથમિક દવાઓ કોર્પોરેશન તરફથી આપવામાં આવશે.સંસ્થાના પ્રમુખ રસિકભાઇ બદ્રકીયાએ જણાવ્યું કે જ્ઞાતિજનો માટેના આ આઇસોલેશન સેન્ટરમાં આવતા દર્દીઓને સગવડોમાં કોઇ કચાશ રાખવામાં નહીં આવે. સાથો સાથ કોરોનાગ્રસ્ત દર્દી સાજો થાય સમાજ-પરિવાર સાથે રહી પોતાના વ્યવસાયમાં ગોઠવાઇ જાય એવી નેમ સાથે અમારી ટીમ કાર્યરત રહેશે. આ માટે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના ડોકટર્સ ટીમમાં, ડો. રોહિતભાઇ ભાલારા, ડો. દેવેનભાઇ સંચાણીયા, ડો. ભરતભાઇ વડગામા, ડો. ભાર્ગવભાઇ પાટણવાડીયા, ડો. અમીબેન કરગથરા, ડો. હરેશભાઇ ભાડેશિયા, ડો. હિરલબેન ભાડેશીયા સેવા આપશે. આ તમામ ડોકટરો સાથે શ્રી મુકેશભાઇ પંચાસરા સંકલન કરી રોજે રોજની મેડિકલ તપાસ અને સારવારનું આયોજન કરશે.

જરૂરી ડોકયુમેન્ટ અને ઓફિસ વર્કની કામગીરીમાં શ્રી દિનેશભાઇ ઝીંઝુવાડીયા, શ્રી મુકેશભાઇ પંચાસરા, શ્રી અમિતભાઇ વડગામા, શ્રી રસિકભાઇ બદ્રકિયા, શ્રી પ્રદીપભાઇ કરગથરા શ્રી મુકેશભાઇ વડગામા શ્રી હર્ષદભાઇ બકરાણીયા તથા શ્રી રમણીકભાઇ પાટણવાડીયાનો સહયોગ મળી રહ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:59 pm IST)