Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ક્ષાર પ્રવેશ નિવારણ કચેરીમાં કાયમી ડ્રાઇવરની જગ્‍યા ખાલી, પટાવાળા પાસેથી ડ્રાઇવરનું કામ લેવાય છે !

પટાવાળા પરની ચોક્કસ અધિકારીની કૃપાદ્રષ્‍ટિથી ધડાધડ ટ્રાવેલીંગ એલાઉન્‍સ બીલ પણ પાસ થઇ જાય છે : કાયમી ડ્રાઇવરને ઘણા વર્ષોથી થતો અન્‍યાય

રાજકોટ, તા., ર૮: બહુમાળી ભવન ખાતે આવેલી ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળની રિજીયોનલ ઓફીસમાં ડ્રાઇવરની ખાલી પડેલી જગ્‍યા ભરવામાં જાણી જોઇને થઇ રહેલો વિલંબ અને ટ્રાવેલીંગ એલાઉન્‍સના ગોટાળા સંદર્ભે ફરીયાદો ઉઠી છે. રેગ્‍યુલર ડ્રાઇવરની નિમણુંક માટે વારંવાર રજુઆત થઇ હોવા છતાં પટાવાળા  ઉપરની ચોક્કસ અધિકારીની કૃપાદ્રષ્‍ટિથી ખાલી જગ્‍યા ભરવામાં આવતી નહિ હોવાથી કચેરી વર્તુળમાં ચર્ચા જાગી છે.  છેલ્લા કેટલાય મહિનાઓથી પટાવાળા દ્વારા ગાડી ચલાવવામાં આવે છે અને સતા ન હોવા છતાં  તેના ટીએબીલની આકારણી અને ચુકવણું પણ થઇ જતુ હોવાથી આヘર્ય સર્જાયું છે.

એક આરટીઆઇ અંતર્ગત માંગવામાં આવેલી માહીતીમાં પણ ઉપરોકત બાબત ખુલ્લેઆમ સ્‍વીકારવામાં આવી છે. પટાવાળાનું ટીએ એલાઉન્‍સ આકરવાના મુદ્દે પ્રશ્ન એ ઉદભવે છે કે ડ્રાઇવરની નિમણુંક સબંધી કોઇ સતા રાજકોટ કચેરીને નથી તો પણ પટાવાળાના ટીએ બીલ  ર૦૧૬ની સાલથી કોના હુકમથી પાસ થઇ રહયા છે?  જાણકારોનું કહેવું છે કે, સરકારી નાણાની એક પ્રકારની આ ગેરરીતી જ ગણાય. ર૦૧૬ થી આજ સુધીના ટીએ બીલની રીકવરી થવી જોઇએ. આશરે ર લાખથી વધુ ટીએ ચુકવી દેવાયું છે.

ત્રણ અક્ષરની હરીયાણવી સરનેમ ધરાવતા અધિકારીની કૃપાદ્રષ્‍ટિ પટાવાળા પર વરસી રહી છે. પોતાના વિશ્વાસુ પટાવાળા દ્વારા વ્‍યવહારો થતા હોવાથી ડ્રાઇવરની જગ્‍યા ભરવાનું ટાળવામાં આવી રહયાની ચર્ચા થઇ રહી છે. આ બાબતે અનેક વખત વિધિવત ફરીયાદો અને ડ્રાઇવરની ખાલી જગ્‍યા ભરવાની માંગણીઓને અભેરાઇએ ચડાવી દેવામાં આવે છે. ત્‍યારે ઉચ્‍ચ અધિકારીઓ આ બાબતે યોગ્‍ય કરે તેવી  માંગ ઉઠી રહી છે. લાયક અને હક્કદાર ડ્રાઇવરને અન્‍યાય થતો અટકે તે જરૂરી બની ગયું છે.

(4:27 pm IST)