Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

શહેરીકરણના પડકારો : સામનો કેમ કરવો?: શિખવા માટે પ્રદીપ ડવ પોલેન્‍ડ રવાના

૩૦ જૂન સુધી ચાલનાર આંતરરાષ્‍ટ્રીય સંમેલન માટે સમગ્ર દેશમાંથી એકમાત્ર રાજકોટના મેયરની પસંદગી : રાજકોટ શહેરની સિધ્‍ધીઓ અને તે મેળવવા માટે શહેરમાં લેવાયેલ પગલા વિશે પ્રેઝેન્‍ટેશન સાથે માહિતી પ્રસ્‍તુત કરાશે

રાજકોટ તા. ૨૮ : ઝડપી શહેરીકરણ અને તેના થકી વિવિધ શહેરો, સમુદાયો, અર્થતંત્રો અને આબોહવા પર થતી અસરની ચર્ચા કરવા, તેમજ આવનાર સમયના અપેક્ષિત પડકારોનો સજ્જતાથી સામનો કરવા માટે શહેરોને તૈયાર કરવા પોલેન્‍ડનાᅠકોટોવાઇસ શહેરમાંᅠવર્લ્‍ડ અર્બન ફોરમ ૧૧ નું આયોજન તા.૨૬ થી તા.૩૦ સુધી કરવામાં આવેલ છે. વર્લ્‍ડ અર્બન ફોરમની સ્‍થાપનાᅠ૨૦૦૧માં સંયુક્‍ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્‍ય વિશ્વના વિવિધ શહેરોમાં અનુભવાઇ રહેલ પડકારો અને તેનો સામનો કરવા માટે લેવાઈ રહેલ પગલાઓ અંગે વિશ્વને અવગત કરાવવાનો છ

વર્લ્‍ડ અર્બન ફોરમ - ૧૧ આયોજનᅠઅન-હેબીટેટ પોલેન્‍ડના મીનીસ્‍ટ્રી ઓફ ડેવલપમેન્‍ટ ફંડસ એન્‍ડ રીજનલ પોલીસીᅠતેમજᅠમ્‍યુ. ઓફિસ ઓફ કેટોવાઇસᅠદ્વારા કરવામાં આવેલ છે. સસ્‍ટેનેબલ શહેરીકરણની વૈશ્વિક પરિષદ વર્લ્‍ડ અર્બન ફોરમ ૧૧ᅠમાં જોડાવા માટે ૧૭૦ દેશોમાંથી ૨૦,૦૦૦થી વધુ લોકોએ નોંધણી કરાવેલ છે.ᅠ

શહેરના પ્રથમ નાગરિક મેયર ડો. પ્રદીપ ડવ પણ આજે સવારે પોલેન્‍ડ જવા રવાના થયા છે. ત્‍યાં તેઓ આવનાર ૫ દિવસો દરમ્‍યાન વિશ્વના પ્રત્‍યેક ખૂણેથી આવેલ અનુભવીᅠ‘આગેવાનો'ᅠવધુ સારા શહેરી ભવિષ્‍ય માટેᅠ‘અમારા શહેરોનું પરિવર્તન'ની થીમ પર વિવિધ પરિષદ તેમજ પરિસંવાદમાં પોતાના વિચારો અને સૂચનોને રજૂ કરશે,ᅠજે વર્તમાન પ્રવાહો,ᅠપડકારો અને તકોના આધારે શહેરોના ભાવિ અંગે વધુ આંતરદૃષ્ટિ અને સ્‍પષ્ટતા પ્રદાન કરશે.

ᅠનેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ અર્બન અફેર્સᅠ(NIUA) World Urban Forum 2022ᅠમાં ભારત સરકાર સાથે ભાગીદારીમાં વિવિધ વિષયો ઉપર ચર્ચાઓનું આયોજન કરી રહી છે,ᅠજેમાં ભારતના શહેરો થકી લેવાઈ રહેલ નવીન પગલાઓને પરિષદ તેમજ પરિસંવાદ થકી રજૂ કરવામાં આવશે.ᅠજેનો મુખ્‍ય આધાર શહેરી આબોહવાના પડકારો અને તેને સંદર્ભકીય કાર્યવાહી,ᅠઆબોહવામાં સુધારો કરવા માટેની જરૂરી ક્રિયા માટેના ભંડોળ માટેના સહયોગી પ્રયાસો,ᅠશહેરી આયોજન અને ડિઝાઇનને પ્રત્‍યેક નાગરિક માટે સમાવિષ્ટ અને ટકાઉ બનાવવી અને તેના થકી શહેરોમાં અપેક્ષિત પરિવર્તનો પર પરામર્શ કરવાનો રહેશે.ᅠજે માટે મિનિસ્‍ટ્રી ઓફ હાઉસિંગ એન્‍ડ અર્બન અફેર્સ (MoHUA)ᅠતેમજ નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ અર્બન અફેર્સᅠ(NIUA)ના વિવિધ પ્રતિનિધિઓ પણ તા.૨૬ જૂનથી તા.૩૦ જૂન ૨૦૨૨ દરમ્‍યાન પોલેન્‍ડનાᅠકોટોવાઇસ શહેરમાંᅠવર્લ્‍ડ અર્બન ફોરમ-૧૧ᅠમાં હાજર રહેનાર છે.

આ સંદર્ભમાં CapaCITIES પ્રોજેક્‍ટનેᅠNIUAᅠદ્વારા તેમનું કાર્ય દર્શાવવા માટે કહેવામાં આવ્‍યું છે. CapaCITIESᅠપ્રોજેકટ અંતર્ગત સ્‍વિસ એજન્‍સી ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ કોઓપરેશનᅠ(SDC)ᅠદ્વારા ક્‍લાઈમેટ રેસિલિયન્‍સની દિશામાં કામ કરવા માટે કુલ ૮ શહેરોને સપોર્ટ મળી રહેલ છે.ᅠજેમાં ગુજરાત રાજયના ૩ શહેરો (અમદાવાદ, રાજકોટ, તથા વડોદરા), તમિલનાડુ રાજયના ૩ શહેરો,ᅠરાજસ્‍થાન રાજયના ઉદયપુર શહેર તથા પヘમિબંગાળ રાજયમાંથી સિલીગુરી શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે.ᅠરાજકોટ શહેર ૨૦૧૬થીᅠCapaCITIESᅠપ્રોજેકટનો ભાગ રહેલ છે અને રાજકોટમાં હાથ ધરાયેલ કલાઇમેટ રેસિલિયન્‍ટ પ્રોજેક્‍ટ્‍સની નોંધ લઈને રાજકોટના મેયર ડો.ᅠપ્રદીપ ડવનેᅠ૩૦ᅠમી જૂન, ૨૦૨૨ના રોજ પોલેન્‍ડનાᅠકોટોવાઇસᅠશહેરમાં આયોજિતᅠવર્લ્‍ડ અર્બન ફોરમ-૧૧માંᅠસવારેᅠ૧૦.૩૦ᅠથીᅠ૧૧.૩૦ᅠવાગ્‍યા સુધીᅠNIUA/GoIᅠપેવેલિયનમાં રાજકોટ શહેરની સિદ્ધિઓ અને તે મેળવવા માટે શહેરમાં લેવાયેલ પગલાઓ વિષે પ્રેઝેન્‍ટેશન સાથે માહિતી પ્રસ્‍તુત કરાશે

(3:33 pm IST)