Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સિવિલ હોસ્‍પિટલમાં મોબાઇલ ચોરવાનો પ્રયાસ કરનારા રંગેહાથ ઝડપાયા

ગોંડલના શખ્‍સોએ પોતાની જાતે લોહી કાઢતાં દાખલ કરાયા

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં આજે વધુ એક વખત ઓપીડીમાંથી બે શખ્‍સ દર્દીઓ અને તેના સગાઓને નિશાન બનાવી મોબાઇલ ફોન સેરવવા જતાં રંગેહાથ ઝડપાઇ જતાં દેકારો મચી ગયો હતો. લોકોએ આ શખ્‍સોને પકડી લઇ હાથ સાફ કર્યો હતો. એ પછી ભાગી જવાનો પ્રયાસ કરી આ બંનેએ પોતાની જાતે જીભ કરડી લોહી કાઢતાં અને હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં ભારે ધમપછાડા કરી દેકારો મચાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બંનેએ બેભાન થઇ જવાનો ઢોંગ કરતાં ટીંગાટોળી કરીને સારવાર માટે ખસેડાયા હતાં. અગાઉ પણ આ રીતે ગોંડલના શખ્‍સો ચોરીના ઇરાદે આવતાં પકડાઇ ગયા હતાં. આજે પકડાયેલા શખ્‍સોએ પોતાના નામ રાકેશ અને અશોક હોવાનું રટણ કર્યુ હતું. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:32 pm IST)