Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સિવિલ હોસ્પિટલમાં બંધ કરાયેલો કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ સામેનો રસ્તો અંતે ખોલાયો

ઘણા દિવસો પહેલા ઓચીંતો રસ્તો બંધ કરી દેવાયો હતોઃ ચોૈધરી હાઇસ્કૂલમાં પણ પાણી ભરાતાં હોઇ એમ્બ્યુલન્સ સહિતના વાહનો, તબિબી, નર્સિંગ સ્ટાફને આવ-જા કરવામાં ભારે તકલીફ પડતી હતી

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા ઓચીંતા જ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ સામેનો રસ્તો તંત્રવાહકો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં હોસ્પિટલ ચોકમાં ટ્રાયેન્ગલ બ્રીજ બની રહ્યો હોઇ ખાનગી વાહનો કે જે હોસ્પિટલ ચોક એસબીઆઇ સામેના મુખ્ય ગેઇટથી જામનગર રોડ તરફ જવા ઇચ્છતા હોઇ તે હોસ્પિટલમાંથી પસાર થતાં હતાં. ટ્રાફિક જામ થતો હોવાનું કારણ આગળ ધરાયું હતું. પરંતુ રસ્તો બંધ કરવામાં આવતાં જામનગર રોડ તરફથી દર્દીને લઇને આવતી એમ્બ્યુલન્સ, ખાનગી કાર કે રિક્ષાઓને પણ છેક ચોૈધરી હાઇસ્કૂલ સુધી ફરવા જવું પડતું હતું. તો બંધ કરાયેલા ગેઇટની સામે જ ડોકટર્સ કવાર્ટર હોઇ ડોકટરોને પણ હોસ્પિટલમાં પહોંચવા દૂર સુધી લાંબુ થવું પડતું હતું. રસ્તો બંધ કરવાને કારણે સમસ્યાઓ દૂર થવાને બદલે સમસ્યા વધી ગયાનું લાગતાં કે પછી અન્ય કોઇ સાચુ કારણ સામે આવી જતાં હાલ બંધ કરાયેલો રસ્તો ખુલ્લો મુકી દેવામાં આવતાં હોસ્પિટલમાં આવ જા કરતાં તમામે રાહત અનુભવી હતી અને તબિબી અધિક્ષકશ્રી આર. એસ. ત્રિવેદીનો આભાર વ્યકત કર્યો હતો.

(3:29 pm IST)