Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સંતાનોને કારકીર્દી ઘડવા વિદેશ મોકલવાના અભરખા કેટલા યોગ્ય?

અત્યારનો સમય બાળકોના રીઝલ્ટનો  છે.  તેના વાલીઓ વીચારતા હશે. કે આને કયા મોકલવો.હવેનો સમય એવો છેકે મા બાપ પાસે પૈસા હોય કે ન હોય પણ તે પોતાના બાળકને બહારગામ અથવા આઉટ ઓફ કન્ટ્રી ભણવા મોકલશે.આમા પણ  જેના પેરેન્ટસ કેપેબલ નથી તે બીચારા ગમે  તેમ કરી લોન લઇ પેટે પાટા બાંધીને પરદેશ મોકલે છે. એક જાતનું કલ્ચર થઇ ગયુ છે. બહારજવાનુ.ઘણા છોકરાવ પોતાનો ફ્રેન્ડ જાય છે. એટલે મારે તો જવુ જ છે. તેવી જીદ કરે છે. પેરેન્ટસ બીચારા શું કરે ગમે તેમ કરીને તેને મોકલે છે. આવુ શુ કામ થાય છે? પહેલાતો મા બાપને ત્રણ, ચાર  બાળકો હતા તો પણ તેને કંઇ જવા ન દેતા. હવે તો લગભગ મા બાપને એક જ સંતાન હોય તો પણ તે બાળકને બહાર ભણવા મોકલે છે.

શુકામ બહાર મોકલે છે તની ખબર છે? કારણ ઇન્ડિયામાં જેટલું ભણેલા હોય તે પ્રમાણે સર્વીસ મળતી નથી. મળે તો એટલુ વર્ક કરાવે છે કે છોકરાવ ડિપ્રેશનમાં આવી જાય છે. તેમની પાસે ટાઇમ  જ નથી હોતો બસ ટાર્ગેટ પૂરો કરવો પડે છે. અડવાડિયામાં સન્ડે સિવાય છુટી નથી મળતી. ઘણી જગ્યાએનો રવિવારે પણ ઓફિસ ચાલુ હોય છે. લોકો પરિવાર માટે સમય કાઢી સકતા નથી અને કામ પ્રમાણમાં સેલેરી મળતી નથી.

 માટે લોકો વધારે આઉટ ઓફ કન્ટ્રી જવાનું પસંદ કરે છે ત્યા તો ભણતા ભણતા છોકરાવ જોબ કરે અને ભણાય ગયા પછી જોબ. જોબમાં પણ જેટલી કલાક વર્ક કર્યુ હોય તેટલી સેલરી. વધારે કલાક કરી તો વધારે સેલરી આપે. પાછુ સેટરડે, સન્ડે છુટી. આતો સારુ જ છે. સેટર ડે, સન્ડે છુટીમાં લોકો ઘરનું કામ અને જે આખા વીકનું લેવાનું હોય તે લઇ આવે છે. અને સન્ડેના બહાર ફ્રેશ થઇ જાય છે. એટલે આખા વીકનો થાક ઉતરી જાય છે.એટલે અત્યારના લોકો સમજી ગયા છે કે છોકરાવ ત્યા જશે તો પોતાની જવાબદારી પણ સમજી શકશે. પોતાની લાઇફ જીવી શકશે.

પેલાના મા બાપ છોકરાવને મોકલતા નહિ પણ હવે એવુ નથી. હવે તો ઘણાયને એક જ દીકરો હોય કે દીકરી તેને મોકલી દે છે. માબાપ પણ વિચારે છે કે અમે જેવુ સ્ટ્રગર્લ કર્યુ  તેવુ છોકરાવને નથી કરાવવંુ.  દરેક માબાપ પોતાના બાળકનું સારુ ઇચ્છે છે. અને પોતાનું બાળક કેમા આગળ વધે તેવુ બધા માતા-પિતા ઇચ્છે છે.

અત્યારે ૧૦૦ માથી ૮૦% બાળકો બહાર હોય છે ધીમેધીમે એવુ આવશે કે લગભગ બધા બાળકો બહાર હશેને ખાલી માતા પિતા અહી હશે. ધીમે ધીમે બાળકો આમજ માતા-પિતા બાળકોથી અલગ થઇ ગયા છે. પછી બાળકોને અહી ગમતું જ નથી. તે લોકોને આઉટ ઓફ કન્ટ્રી જ ગમે છે.

ધીમે ધીમે એવો વખત આવશે કે બધાના  ઘરમાં બુઢા મા-બાપ જ હશે. આનું જવાબદાર કોણ? આપણે દેશ શું કામ. કારણ આજકાલ બાળકો જેટલુ ભણે છે. તેટલું તેને મળતું નથી. તેનુ શોષણ થાય છે. એમાં પણ આવી મોંઘવારી, ઘરની જવાબદારી, વ્યવહાર સાચવવો, આ બધુ કેવી રીતે  થઇ શકે. એટલે તો બાળકો બહાર જાય છે.

હવે આપણે વીચારવાનું છે કે આપણે શું કરવું. આપણા દેશના બાળકો બીજાના દેશના નાગરિક બની જશે. ધીમે ધીમે આપણોે દેશ ખાલી થઇ જશે. શુ આપણે એવુ ઇચ્છીએ કે આપણો દેશ ખાલી થઇ જાય?? આ વિચારવા જેવુ છે ઘણા છોકરાવ પોતાના માતા-પિતાની પરિસ્થિતિ જોઇને  જાય છે તો કેટલા ન પહોંચાય તો પણ જાય છે. પાછળથી માતા પિતાનું શુ હાલત થતી હશે માતા-પિતાને પાછળથી કાંઇપણ થઇ જાય એની શું ખાતરી અને ત ેતો થવાનું જ છે. બાળકો પછી ત્યાથી આવવાના નથી. ઘણા માતા-પિતા તો બીચારા ઘડપણમાં સાવ એકલા છોકરાવની રાહ જોતા રહી જાય છે. આમને આમ માતા-પિતા ઉપર પહોંચી જાય છે.ઘણાય તો બંને માંથી એક હોય છે તેને આ જીંદગી કેવી લાગતી હશે. બાળક હોવા છતા તે નથી. આ બધાનો જવાબદાર કોણ આપણે બધા આપણો  દેશ?

(3:15 pm IST)