Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મનપાની ફૂડ શાખાની ૪૦ જગ્‍યાએ ચકાસણી : છાશવાલામાંથી બે નમૂના લેવાયા

રાજકોટ, તા. ર૮ : રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્‌ટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે બજરંગવાડીથી જામનગર રોડ વિસ્‍તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં  કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્‍ય તેલ વિગેરેના કુલ ૧૧ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.

 મનપાની સતાવાર યાદી મુજબ (૧)સુરતિ મિલ્‍ક પાર્લર (૨)શ્રી સાવરીયા સેન્‍ડવિચ (૩)શ્રી રાધિકા ચાઇનીઝ એન્‍ડ પંજાબી (૪)જય ખોડિયાર ચાઇનીઝ એન્‍ડ પંજાબી (૦૫)રાધે શ્‍યામ ચાઇનીઝ પંજાબી (૦૬)જય ભવાની પાઉંભાજી (૦૭)જય ગણેશ મદ્રાસ કાફે (૦૮)રિદ્ધિ સિધ્‍ધી વિનાયક વડાપાઉ (૦૯)રાજ પાઉભાજી (૧૦)જોગી ઘુઘરા (૧૧)જોગી ઢોકળા (૧૨)MGM ચાઇનીઝ એન્‍ડ પંજાબી (૧૩)કચ્‍છી દાબેલી એન્‍ડ ઘુઘરા (૧૪)તિરુપતિ મદ્રાસ કાફે (૧૫)ગણેશ પાઉભાજી (૧૬)શ્રી ચામુંડા મદ્રાસ કાફે (૧૭)શ્રી ચામુંડા ભેળ સેન્‍ટર (૧૮)સંધ્‍યા મદ્રાસ કાફે (૧૯)અમીષા ચાઇનીઝ પંજાબી (૨૦)જય સિયારામ વડાપાઉની  સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

નમુનાની કામગીરીમાં ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૨ નમૂના લેવામાં આવેલ હતા, જેમાં કેસર કાજુ લસ્‍સી (૨૨૦મીમી પેક માંથી) સ્‍થળ - પટેલ ડેરી પ્રોડક્‍ટસ પ્રા. લી. (છાસવાલા) -કોઇન્‍સ કોર્નર, ગ્રાઉન્‍ડ ફ્‌લોર, ડો.યાજ્ઞિક રોડ રાજકોટ તથા  વેનીલા આઇસક્રીમ (૭૦૦મીમી પેક માંથી) સ્‍થળ -પટેલ ડેરી પ્રોડક્‍ટસ પ્રા. લી.  (છાસવાલા)-કોઇન્‍સ કોર્નર, ગ્રાઉન્‍ડ ફ્‌લોર, ડો.યાજ્ઞિક રોડ નો સમાવેશ થાય છે.

(3:13 pm IST)