Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

૧૫૦ કરોડની રકમના ઇ-મેમોની માફી અંગે 'બોજમુકત રાજકોટ' NSUI અને યુવા કોંગ્રેસની સરકાર વિરોધી સાયકલ રેલી

રાજકોટ : રાજકોટ શહેરમાં પાંચ વર્ષ અગાઉ આઈ-વે પ્રોજેકટની શરૃઆત કરવામા આવી હતી જેનો મુખ્ય હેતુ ટ્રાફિક સમસ્યાનુ નિરાકરણ,કાયદો-વ્યવસ્થા,ગેરકાયદેસર દબાણ, સ્વચ્છતા,ગેરપ્રવૃતીઓ અટકાવવાનો હતો પંરતુ પોલીસતંત્ર દ્વારા જયારથી આ કેમેરા નાખવામા આવેલ છે ત્યારથી વાહનચાલકો, મોટરકાર ચાલકોને યેનકેન પ્રકારે કાયદાનુ ખોટુ અર્થઘટન કરી દરરોજ લાખોની રકમના ઈ-મેમો ઈસ્યુ કરવામા આવે છે. જેની પાંચ વર્ષની ટોટલ રકમ અંદાજે ૧૭૦ કરોડ રૃપિયા હતી જેમા લોકોએ ૨૫ કરોડથી વધુ દંડની રકમ ચુકવી દીધી છે. આ ઈ-મેમો એક ટ્રાફિક વાયોલેશન નોટીસ હોય એટલે સમાધાન શુલ્કની રકમ માટે ભરવા ઈચ્છતા લોકો સ્વૈચ્છિક ભરી શકે અન્યથા કોર્ટમા જવાનો અધિકાર વાહનચાલકોનો હોય છે પંરતુ પોલીસતંત્ર કોઈ ખાનગી એજન્ટોની જેમ રોડ પર ઉભા રાખી અને ઘરે રૃબરૃ જઈ રહેલ બાકી  ઈમેમો ભરવા માટે દબાણ કરી કેસો દાખલ કરવાની જોગવાઇ અન્યથા વાહન ડીટેઈનકરવાની ધમકીઓ આપી ગેરબંધારણીય રીતે દંડની રીકવરી કર્યા છે. તેમજ છેલ્લા ઘણા સમયથી વાહનચાલકોને મેસેજ દ્વારા ઈમેમો ભરો અન્યથા કોર્ટમા કેસ દાખલ કરવામા આવશે જેથી રાજકોટના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો જે આ મોટી રકમો ભરવા અસમર્થ છે તે સૌ ભયમાં મુકાયા છે. આ નિતિ સામે આજે ફલ્શ્ત્એ સાયકલ રેલી કાઢીને રજુઆત કરતા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.  રાજકોટની પ્રજા કાયદાનુ સન્માન અને પાલન કરનારી છે. પંરતુ હાલની લોકોની આર્થિક પરિસ્થિતિઓ ધ્યાનમા રાખી તમામ ઈચલણો રદ કરી માફ કરવા જોઈએ જેની અસર હજારો પરીવાર રાહતરુપ નીવડશે. જે પણ ન્યાયિક પક્રીયા થકી તમામ કેસો લોકઅદાલતમાં દાખલ કરવામા આવ્યા તે અંગે પણ ખાસ ચર્ચા- વિમર્શ કરી યોગ્ય નિરાકરણ લાવી રાજકોટના જનહીતમાં નિર્ણય લેવા માંગ હતી. ફલ્શ્ત્ દ્વારા 'બોજમુકત રાજકોટ' નામની સાયકલ રેલી કાઢી આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો હતો પંરતુ પોલીસે તમામ કાર્યકર્તાઓની વિરોધ દર્શાવતાં અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં ફલ્શ્ત્ના પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા,મોહીલ ડવ, મીત બાવરીયા, સાર્થક રાઠોડ, જીત સોની, યશ ભીંડોરા, શ્યામ ડાંગર , વિજય સોલંકી સહીત અનેક કાર્યકરો જોડાયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:17 pm IST)