Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

મવડી વિસ્‍તારમાં ૩૮ સ્‍થળોએથી છાપરાઓનો ભુક્કો

કોમ્‍પલેક્ષ અને બિલ્‍ડીંગમાં ખડકાયેલ ગેરકાયદે બાંધકામો હટાવી ર૩૯ ચો.મી. પાર્કિંગ - માર્જીનની જગ્‍યા ખુલ્લી : ટીપી શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૨૮ : શહેરના મુખ્‍યમાર્ગો ઉપર પાર્કિંગની સમસ્‍યા દુર કરવા દુકાનો તેમજ વ્‍યાપારી સંકુલોના માર્જીન - પાર્કિંગમાંથી છાપરાઓ - ઓટલાઓ ઉપર ફરી બુલડોઝર ફેરવી જગ્‍યા ખુલ્લી કરવામાં આવી રહી છે. જે અન્‍વેય મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે સવારે મવડી મેઇન રોડ વિસ્‍તારના ૩૮ સ્‍થળ પરથી છાપરાના ડીમોલીશનની કાર્યવાહી કરવામાં આવતા ર૩૯ ચો.મી ની જગ્‍યા ખુલ્લી કરવામાં આવી છે.

 આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ કમિશનર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત કમિશ્નર દ્વારા મંજુર કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે તા. ૨૮ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્‍ટ ઝોન વિસ્‍તારના વોર્ડ નં. ૧ર માં સમાવિષ્ટ ૩૮ સ્‍થળોએ પાર્કિંગ તથા માર્જીનમાં  થયેલ ગેરકાયદે છાપરાનું દબાણ દુર કરી અંદાજીત ર૩૯ ચો. મી પાર્કિંગ-માર્જીનની જગ્‍યા ખુલ્લી કરવામાં આવેલ.

આ કામગીરીમાં વેસ્‍ટ ઝોનના ડેપ્‍યુટી કમિશનર ટાઉન પ્‍લાનીંગ ઓફિસર સીટી એન્‍જીનિયર, વેસ્‍ટ ઝોન તેમજ વેસ્‍ટ ઝોનની ટાઉન પ્‍લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, ટ્રાફિક એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ શાખાના તમામ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

(4:31 pm IST)