Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

બુધથી શુક્રમાં એકાદ બે દિવસ માવઠુઃ અશોકભાઇ પટેલ

કાલ સાંજથી ૩૧મીના સવાર સુધી વાતાવરણ અસ્‍થિર રહેશેઃ અલગ અલગ વિસ્‍તારોમાં છુટાછવાયા ઝાપટા-વરસાદની શકયતાઃ તાપમાન નોર્મલથી નીચુ જ રહેશે, પヘમિ-ઉતર પヘનિા પવન ફુંકાશેઃ ૨૮ માર્ચથી ૩ એપ્રિલ સુધીની આગાહી

રાજકોટઃ ફરી વાતાવરણ અસ્‍થિર બનશે. તા.૨૯થી ૩૧ માર્ચ (બુધથી શુક્ર)દરમ્‍યાન એકાદ બે દિવસ માવઠાની શકયતા હોવાનું વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યુ છે.

તેઓએ જણાવેલ કે આવતીકાલ સાંજથી ૩૧મી માર્ચ સવાર સુધી વાતાવરણમાં પલ્‍ટો જોવા મળશે. અલગ-અલગ વિસ્‍તારોમાં છુટાછવાયા ઝાપટા વરસાદની શકયતા છે.

હાલમાં નોર્મલ મહતમ તાપમાન ૩૮ ડીગ્રી ગણાય. તેના બદલે નોર્મલથી બે થી ત્રણ ડીગ્રી નીચુ તાપમાન જોવા મળે છે. જેમકે અમદાવાદ ૩૬.૪ (નોર્મલથી બે ડીગ્રી નીચુ), રાજકોટ ૩૬.૩ (૨ ડીગ્રી નીચુ), ભુજ ૩૫.૫ (૩ નીચુ), વડોદરા ૩૫.૪(૩ ડીગ્રી નીચું), ડીસા ૩૪.૬ (૩ નીચુ) નોંધાયેલુ

એક સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ પヘમિ રાજસ્‍થાન અને આસપાસના વિસ્‍તારમાં ૧.૫ કિ.મી.ના લેવલનું છે તા.૨૯, ૩૦ના એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પヘમિ ભારતને અસરકર્તા રહેશે. જે હાલ ઇરાન ઉપર છે જેની અસર આવતીકાલ સાંજથી જોવા મળશે.વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૨૮ માર્ચેથી ૩ એપ્રિલ સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં આગાહી સમય દરમ્‍યાન પヘમિ અને ઉતર પヘમિના રહેશે. રૂટીન પવનની સ્‍પીડ ૧૫ કિ.મી.ની રહેશે.તા.૨૯, ૩૦,૩૧(બુધ, ગુરૂ, શુક્ર) માર્ચના છુટાછવાયા વાદળો અને વાતાવરણમાં અસ્‍થિર જોવા મળશે. પવન ફર્યા રાખશે જેથી તા.૨૯થી ૩૧ દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા વરસાદની શકયતા છે અલગ-અલગ વિસ્‍તારોમાં.હાલ મહતમ તાપમાન નોર્મલ ૩૮ ડીગ્રી ગણાય તે આગાહીના દિવસોમાં તાપમાન નોર્મલથી નીચુ જોવા મળશે.

(4:30 pm IST)