Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૧ : ગોંડલના વાછરા ખાતે મતદાન કરતો વીડિયો વાયરલ થતાં મતદાન ગુપ્તતા ભંગ અંગે કરવામાં આવેલી કાર્યવાહી

રાજકોટ તારીખ ૨૮ ફેબ્રુઆરી ‌- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત રાજ્યભરમાં યોજાઇ રહેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મતદાન અન્વયે ગોંડલ તાલુકા પંચાયતની ઘોઘાવદર બેઠક અને રાજકોટ જિલ્લા પંચાયતની મોવિયા બેઠકના વાછરા મતદાન મથક ખાતે મતદાનની ગુપ્તતાના ભંગ અંગેની ચૂંટણીના નિયમો મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાછરા મતદાન મથક ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર ની જાણ બહાર કોઈ મતદાર દ્વારા મતદાન કરતો વિડીયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરેલ હોવાનું જાણવામાં આવ્યું હતું, આથી વાછરા મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા આ અંગેનો અહેવાલ રજુ કરતા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સંબંધિત પોલીસ થાણા અધિકારીશ્રીને ચૂંટણીના નિયમો અનુસાર મતદાર દ્વારા કરવામાં આવેલ મતદાનની ગુપ્તતાના ભંગ અંગે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવા ગોંડલ તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

(3:02 pm IST)