Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ખાડામાં પડી જતાં યુવાનના મોત મામલે આરએમસીના જવાબદારો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ

ખાડા ફરતે આડસ-બેરીકેટીંગ જ નહોતું માત્ર એક પ્‍લાસ્‍ટીકની પટ્ટી હતી...આ કારણે મારો દિકરો પડી ગયો ને જીવ ગયોઃ પિતા અશ્વિનભાઇ ઠક્કરની પોલીસ ફરિયાદ : પિતા અશ્વિનભાઇને સવારે સાડા નવે હર્ષે ફોન કરીને કહ્યું હતું કેં-બાઇકમાં પંચર પડયું છેઃ સાડા દસે બીજા કોઇએ ફોન કરીને કહ્યું-તમારા દિકરાને અકસ્‍માત નડયો છે

રાજકોટ તા. ૨૮: રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે ઇન્‍દિરા સર્કલના બ્રિજની શરૂઆતમાં પિલોર માટે આર.એમ.સી. દ્વારા રોડ વચ્‍ચે ખોદાયેલા ખાડામાં બાઇક સાથે પડી જતાં બાઇક ચાલક માધાપર ચોકડી પાસે રહેતાં યુવાનને માથામાં સળીયા ખૂંપી જતાં તેનું કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. આ બનાવમાં પોલીસે આર.એમ.સી.ના જવાબદાર કર્મચારીઓ અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. મૃત્‍યુ પામનાર યુવાન ઘરેથી નીકળ્‍યો ત્‍યારે તેના પિતાને પહેલો ફોન તેના બાઇકમાં પંચર પડયું છે તેવો આવ્‍યો હતો અને એકાદ કલાક બાદ તમારા દિકરાને અકસ્‍માત નડયો છે તેવો ફોન આવ્‍યો હતો.

(4:21 pm IST)