Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કાલે હરિપરપાળ ખાતે જયવેલનાથ ધામનો ત્રીજો વાર્ષિક મહોત્‍સવઃ કાલે ભવ્‍ય લોકડાયરો

હવન, ધ્‍વજારોહણ, સંતોના સામૈયા, મહાપ્રસાદ

રાજકોટઃ સમસ્‍ત હરિપરપાળ ગામ દ્વારા કાલે તા.૨૯ રવિવારે જયવેલનાથ ધામનો ત્રીજો વાર્ષિક મહોત્‍સવનું દિવ્‍ય આયોજન રાખેલ છે.

આ પ્રસંગે સવારે ૭ વાગ્‍યે યજ્ઞ પ્રારંભ સવારે ૭.૫૦ વાગ્‍યે ધ્‍વજારોહણ, બપોરે ૧ વાગ્‍યે બિડુ હોમવાનું, સાંજે ૪ વાગ્‍યે સંતોના સામૈયા, સાંજે ૬ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૮.૩૦ વાગ્‍યે ભવ્‍ય લોકડાયરો યોજાશે જેમાં ખીમજીભાઇ ભરવાડ, સોનલબેન ઠાકોર, મનસુખભાઇ વસોયા, અન્‍ય નામાંકિત કલાકારો પોતાની કલા રજુ કરશે

 આ પાવન અવસરે વિવિધ સમાજના ધાર્મિક જગ્‍યાના સંતો-મહંતો તેમજ તમામ સમાજના આગેવાનો, ઉપસ્‍થિત રહેશે. જયવેલનાથ ધામના સેવકગણો જાહેર આમંત્રણ પાઠવ્‍યુ છે.

અત્રે ઉલ્લેખનિય છેકે સમસ્‍ત હરિપરપાળ ગામ સાથે મળીને ૩૦ વર્ષ પહેલા ૧૯૯૨માં સંતશ્રી વેલનાથ બાપુના ઓટલાનું સ્‍થાપન કરેલ. ત્‍યારબાદ ૨૦૧૯માં સંતશ્રી વેલનાથ બાપુના મંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્‍ઠા કરવામાં આવેલ. સંતશ્રી વેલનાથ બાપુની સાથે લાખેશ્વર મહાદેવ, દશામાંની મૂર્તિ બિરાજમાન છે. આ વર્ષે ત્રીજા વાર્ષિક મહોત્‍સવ જયવેલનાથ ધામ તરીકે ઓળખ આપવામાં આવશે. તેમ મહંતશ્રી વાઘજી ભગતની યાદીમાં જણાવેલ છે. વધુ માહિતી માટે મો. ૭૫૬૭૬ ૭૬૫૫૮ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:17 pm IST)