Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સેરેનીટી ફલેટ એસો. દ્વારા ધ્‍વજવંદન

 કાલાવડ રોડના બીજા રીંગ રોડ પર કોસ્‍મોપ્‍લેક્‍સ ટોકીઝ પાછળ આવેલ ૨૩૦ ફ્‌લેટનીની સેરેનીટી ગાર્ડન ફલેટની સોસાયટીમાં રહેતા ૧૬૦ પરિવારે પ્રજાસત્તાક ઉજવણી ઉત્‍સાહભેર કરી હતી. આઠેય વિંગના જુદા જુદા પ્રમુખ અશોકભાઈ ટીલવા, કિરણભાઈ વાછાણી, રવિભાઈ સુરેજા, રોહિતભાઈ મોણપરા, ચંદ્રેશભાઇ ઉદરેજા, હેતલભાઇ વાછાણી, નિલેશભાઈ ધુલિયા, વજુભાઈ દેપાણી તથા આઠેય વિંગના મુખ્‍ય પ્રમુખ પ્રકાશભાઈ જાગાણીએ ભારત માતાની છબીને પુષ્‍પો અર્પેલ ત્‍યારબાદ સેરિનિટી ગાર્ડન આઠેય વિંગના પ્રમુખ પ્રકાશભાઈ જાગાણી તથા ઉપપ્રમુખ અશોકભાઈ ટીલવાએ ધ્‍વજ વંદન કરી ધ્‍વજ લહેરાવેલ. ફ્‌લેટ હોલ્‍ડરોએ રાષ્‍ટ્રગાન કરીને સલામી આપી હતી.

(4:06 pm IST)