Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

રણુજાધામમાંથી બે દિ પહેલા થયેલી બાઇક ચોરીમાં અશોક પકડાયો

ભક્‍તિનગર પોલીસે દબોચ્‍યોઃ અગાઉ પાંચ ગુનામાં સામેલ

રાજકોટ તા. ૨૮: શહેરના કોઠારીયા રોડ પર રણુજાધામમાંથી બાઇકની ચોરી થઇ હતી. તેનો ભેદ ભક્‍તિનગર પોલીસ મથકના કોન્‍સ. વિશાલ દવેની બાતમી પરથી ઉકેલાઇ ગયો છે. આ ગુનામાં અશોક પંચમસિંહ ચોૈહાણ  (ઉ.૨૫-રહે. ઘનશ્‍યામનગર-૩)ને પકડી લેવાયો છે. તે લાદીકામની મજુરી કરે છે. થેજે કોઠારીયા રોડ આંબેડકરનગરના ગેઇટ પાસેથી પકડી લેવાયો હતો. બે દિવસ પહેલા જ તેણે આ વાહન ફેરવવા માટે ચોરી કર્યાનું રટણ કર્યુ હતું. આગઉ પણ તે વાહન ચોરી, ઘરફોડ ચોરી અને દારૂના પાંચ ગુનામાં થોરાળા, ભક્‍તિનગર, આજીડેમ પોલીસમાં પકડાયો હતો. પીઆઇ એમ. એમ. સરવૈયાની રાહરબરીમાં સર્વેલન્‍સ ટીમે આ કામગીરી કરી હતી.

(3:54 pm IST)