Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ગેસ ચોરી કરનારાઓ અંગે માહિતી આપનારને IOC દ્વારા પુરસ્‍કાર અપાશે : ટોલ ફ્રી નંબર જાહેર

રાજકોટ તા. ૨૮ : પેટ્રોલીયમ પદાર્થોનું વહન કરતી ભૂગર્ભ પાઈપલાઈનમાં છેદ કરી અસામાજિક તત્‍વો ગેસચોરી અને અન્‍ય ગેરકાયદેસર કૃત્‍યો કરે છે, જેને લીધે થતા ઓઇલ લીકેજથી ઘણી વાર આગ લાગવાના બનાવો બને છે, અને પર્યાવરણને વ્‍યાપક નુકસાન થાય છે.

આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે ઇન્‍ડિયન ઓઇલ કંપનીએ નવતર પ્રકારની ટેકનિકલ સીસ્‍ટમ તૈયાર કરી છે, જેને લીધે ઘૂસણખોરીના ચોકકસ સ્‍થાનને ઓળખી મોટી દુર્ઘટના બનતી અટકાવી શકાય છે, અને પર્યાવરણની સુરક્ષા થઇ શકે છે. ગેસ ચોરીની જાણકારી આપનારને ઈન્‍ડિયન ઓઈલ દ્વારા પુરસ્‍કાર પણ આપવામાં આવશે. ગેસ પાઈપલાઈનની નજીકના વિસ્‍તારોમાં રહેતા નાગરિકોને આવી કોઇ પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અંગે સતર્ક  રહેવા અને કોઈ પણ શંકાસ્‍પદ પ્રવૃતિની ઈન્‍ડિયન ઓઈલ અને સ્‍થાનિક પોલીસ અધિકારીઓને (ટોલ ફ્રી) -૧૮૦૦૧૨૩૨૨૧૯ ૧૮૦૦૧૦૨૬૩૨૨ નંબર પર જાણ કરવા ઇન્‍ડિયન ઓઇલ તરફથી અનુરોધ કરવામાં આવે છે.

(3:30 pm IST)