Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

આઇપીએેસ મકરંદ ચૌહાણ દંપતિની સામાજિક સંસ્થા દ્વારા એક હજાર નાના સ્ટાફ, બાળકો માટે ગરમાગરમ ગાંઠીયાની વ્યવસ્થા કરી નવો રાહ ચીંધ્યો

ફરી એક વખત માનવીય અભિગમ દર્શાવવામાં આ અધિકારી દંપતિએ મેદાન સર કર્યુ : ઝુપડપટ્ટીના બાળકોને અભ્યાસ કરાવવા સાથે જરૃરિયાતમંદ બાળકોની ફીની વ્યવસ્થા કરનાર નિધીબેન ચૌહાણ પણ પોતાના સામાજિક સંગઠન દ્વારા સારા કાર્ય થાય તે દિવસ તેમના માત્ર શ્રેષ્ઠ દિવસ માને છે

રાજકોટ તા.૨૮: રાજય પોલીસ તંત્રમાં ઘણા આઇપીએસ અધિકારીઓ ખૂબ માનવીય અભિગમ ધરાવે છે. આવા અધિકારીઓ પોતે ટોચના સ્થાને બેઠા હોવા છતા સામાન્ય માણસની તકલીફ શું છે? તે  જાણીને બેઠા રહેવાને બદલે તેમની કોઇ પણ મુશ્કેલી સમયે તેમને મદદરૃપ બનવા તત્પર રહેતા હોય છે. આવા જ એક આઇપીએસ અધિકારી અને તેમના જેવા જ ઉમદા વિચાર ધરાવતા તેમના ધર્મપત્ની નિધીબેન ચૌહાણની

આ આઇપીએસ અધિકારી દંપતિ દ્વારા એક ખરા અર્થમાં સેવા કરતું સંગઠન ચલાવવામાં આવે છે, આ સામાજિક સંસ્થાનો  મુખ્ય હેતુ ગરીબમાં ગરીબ બાળક પણ  શિક્ષણથી વંચિત ન રહે તે માટે નિધીબેન ચૌહાણ ફુરસદ સમયે કોઇ ટોળા ટપ્પા મારવાને બદલે ઝુપડ પટ્ટીના બાળકોને કોચિંગ આપે છે. તેમને માટે ફી વ્યવસ્થા કરે છે.આ આઇપીએસ દંપતિ દ્વારા ચલાવવામાં આવતા સામાજિક સંગઠન દ્વારા તાજેતરમાં પ્રજાસતાક પર્વ પર એક ખુબ ઉમદા નિર્ણય કર્યો પ્રજાસતાક પર્વની ઉજવણી પહેલા જેમને ખુબ વહેલું આવવાનું હોય છે તેવા પોલીસ સ્ટાફ, ઉંચ અધિકારીઓના ડ્રાઇવરો, કમાન્ડો, તથા પીઆઇ સહિતની સરકારી કારના ડ્રાઇવરો વિગેરે માટે ચા, નાસ્તાની કોઇ વ્યવસ્થા હોતી નથી, આજ રીતે કલેકટર તંત્ર તરફથી સ્થળ પર હાજર રહેનાર ડ્રાઇવર કે તેમના ચોથા વર્ગના સ્ટાફ માટે કોઇ વ્યવસ્થા હોતી નથી.આવા સ્ટાફ સહિત વિવિધ વ્યવસ્થા સાંભળતા સ્ટાફ, પોલીસ લાઇનના બાળકો વગેરે માટે પણ ચા નાસ્તાની વ્યવસ્થા કરવાનો ઉમદા વિચાર આ સંગઠન ચલાવતા મકરંદ ચૌહાણ દંપતિને આવ્યો અને તેના પરિપાકરૃપે અમદાવાદના પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલ પ્રજાસતાક પર્વમાં બધા મળી એક હજાર લોકો માટે ગરમાગરમ જલેબી ગાઠીયાનો નાસ્તો પીરસાયો, વાત નાસ્તાની નહિ, વિચારો અને સારી ભાવનાની વિશેષ છે.

(3:24 pm IST)