Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ગાયક દેવ્‍યાની બેન્‍દ્રે દ્વારા જુના-નવા ગીતોની જમાવટ

રાજકોટઃ સરગમ કલબ-લેડીઝ કલબ-સીનીયર સિટીઝન કલબ-કપલ કલબ તેમજ આમંત્રિતો માટે હેમુગઢવી નાટયગૃહમાં સભ્‍યો માટે કુલ ૬ શો મુંબઇના જાણીતા પ્‍લેબેક સિંગર દેવ્‍યાની બેન્‍દ્રેએ જુના નવા ગીતોની રમઝટ બોલાવેલ. તેમની સાથે મુંબઇના કલાકાર ગોવિંદ મિશ્રા અને અનીલ દેસાઇએ પણ જમાવટ કરેલ. કાર્યક્રમનું સંચાલન જાણીતા ગાયક કલાકાર નિલેશભાઇ વસાવડાએ તેમજ મ્‍યુઝીકલ મેલોઝના રાજુભાઇ ત્રિવેદીનું ઓરકેસ્‍ટ્રા હતું સરગમ કલબના નિમંત્રણ આપીને અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, પરસોતમભાઇ પિપળીયા, શિવલાલભાઇ બારસિયા, ભારતીબેન નાયક, કીશોરભાઇ કોટક, પ્રેમકુમાર અગ્રવાલ, જગદીશભાઇ ડોબરિયા, ડો.એમ.વી.વેકરીયા, જયેશભાઇ કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન નીચે ગીતાબેન હિરાણી, જયશ્રીબેન મહેતા, રાજેન્‍દ્રભાઇ શેઠ કનૈયાલાલ ગજેરા, રમેશભાઇ અકબરી, મનમોહનભાઇ પનારા વગેરેએ જહેમત ઉઠાવેલ.

(3:15 pm IST)